Charchapatra

સળી શંકર નિંદારસ

જીવન ઘટનાઓનું કારણ બનતું હોય છે. ક્યારેક ઘટનાઓ જીવનને દોરતી હોય છે. જીવન કાં તો ભર્યુંભાદર્યું મહેક મહેક થતું બની રહે છે. ક્યારેક કાળમીંઢ ખડક જેવું જેના ઉપર એક તણખલુંયે વિકસતું કે ખીલતું નથી પણ સહનશીલતાનો ગુણ માણસ જાતને મળેલું મોટામાં મોટું વરદાન છે. ઈતિહાસ પાર કરીને માનવજાત આજે જે મુકામ પર પહોંચી છે એના મૂળમાં સહનશક્તિનો ગુણ છે. દરેક વ્યક્તિના જીવનમાં અરાજકતા-પીડા નો સામે આવે છે. સામાન્ય માણસની ટકી જવાની શક્તિ સમાચાર બનતી નથી. ખરાબ સમયને ધીરજપૂર્વક સહન કરવાની શક્તિથી સહન કરવાના વ્યક્તિગત અભિગમની ઘણી વાર પડોશીને પણ ખબર પડતી નથી.

એમાં વળી સર્વવ્યાપી સળી શંકર અને નિંદારસનું નિંદામણ ભળતું રહે છે. સૂર્યનો તડકો કોઈક ઝાડથી રોકાય, એકે-47 કે 56ની ગોળી રસ્તામાં રોકી શકાય પણ સાત્ત્વિક સળી શંકર માગ્યા વગર અભિપ્રાય આપતા હોય છે તો રાજસિક પ્રકારના હોય છે. જે સ્વભાવે સ્વાર્થી હોય છે. પોતાનો લાભ જ જોતા હોય છે. એની સળી ઇન્જેક્શન જેવી કષ્ટદાયક હોતી નથી. જ્યારે તામસી ખૂબ જ વાચાળ, મનના મેલા અને અંદરથી પુષ્કળ નકારાત્મક હોય છે અને કોઈ પણ સંસ્થા, ઓફિસ કે દુકાન ફેકટરીને અંદરથી ખતમ કરતા હોય છે. એમાં નિંદારસ મળે ત્યારે નિંદા નરક સમાન છે. પણ દુશ્મનની નિંદા તો સ્વર્ગનો આનંદ સાથે છે. વગોવણીનાં બાદલ ગમે તેટલાં ગરજે પણ વરસે નહીં. શેક્સપિયરે કહ્યું કે ટીકાકારો આપણો અરીસો છે. મહાન માણસો ટીકા વડે જ ઘડાય છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top