Charchapatra

સાંસદોનાં પગાર-ભથ્થાં અને એમનું દાયિત્વ

પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકસભામાં બેસતા આપણા સાંસદોને મહિને ઓછામાં ઓછા 3.40 લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં મળતાં હોય છે. સંસદના સત્રમાં હાજરી આપવા દૈનિક રૂપિયા 2000 અપાય છે. એટલું જ નહીં સાંસદોનો પગાર દર પાંચ વર્ષે વધે છે. તેઓને કાર્યકાળ દરમિયાન ભાડામુક્ત આવાસની સુવિધા મળે છે. સૌથી મહત્ત્વની અને અગત્યની બાબત એ છે કે તેઓને મળતા પગાર અને ભથ્થાં આવકવેરા મુક્ત હોય છે. આ સાંસદ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેઓ અને તેમનું કુટુંબ પેન્શન મેળવવાને હક્કદાર બને છે.

જેની રકમ સંસદના કાર્યકાળ પ્રમાણે પ્રતિમાસ 25 હજારની 39 હજાર સુધી હોય છે. અન્ય સુવિધાઓ મળે છે. તેવું વધુમાં આટલા તોતિંગ પગાર ભથ્થા અને પેન્શન અને અન્ય લાભ સુવિધા મેળવતાં સાંસદોની એ પ્રથમ નૈતિક ફરજ બની રહે છે કે સંસદમાં નિયમિત રીતે હાજરી આપે અને પોતાના મતવિસ્તાર પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે. સાથે એમનું એ દાયિત્વ પણ બની રહે છે કે તેમના મતવિસ્તારનાં મતદારોમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોના ઉત્થાન અર્થે સતત પ્રયત્નશીલ બની રહે.
સુરત     – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

દ્વંદ્વ
જીવનમાં સામાન્ય માણસ કેમ સામાન્ય રહી જાય અને કોઈક કેમ વધુ સફળતા મેળવી લે છે એમાં આ દ્વંદ્વનું જ કારસ્તાન છે.સુખ-દુઃખ,પાપ-પુણ્ય,સત્ય-અસત્ય, ઉચ્ચ-નીચ,અમીર-ગરીબ,જાત-પાત,ગોરા-કાળા આસ્તિક- નાસ્તિક,માલિક-મજૂર,સફળતા-નિષ્ફળતા આ બધી પંચાતમાં  ફકત અને ફક્ત સામાન્ય માણસ જ પડે છે.જે માણસ સફળ થઈ જાય પછી જાહેર મંચ પરથી સુફિયાણી વાતો અને મોટા મોટા ફાંકા મારતા હોય છે. એમની સફળતા કેવી રીતે મેળવી એની હંમેશા એક જ બાજુની ચર્ચા થાય અને એ બાજુ શું હોય તો કે ખૂબ મહેનત કરી,ઈમાનદારી રાખી,નિયત સાફ રાખી તો સામાન્ય માણસ વધુ ખરાબ છે એમ? એ ઓછી મહેનત કરે છે એમ? એની નિયત સાફ નથી એમ? બધા જ સફળ વ્યક્તિઓ તમને આ દ્વંદ્વમાં ફસાવીને જ પોતે સફળ થાય છે.

હંમેશા સામાન્ય પ્રજાને અન્યાય સામે લડવાની વાતો કહેવામાં આવે છે,હંમેશા સામાન્ય પ્રજાને ધર્મની,દેશની,સમાજની રક્ષા માટે બલિનો બકરો બનાવવામાં આવે છે.કેટલા સફળ લોકો કે રૂપિયા વાળાના ઘરના લોકો રસ્તા પર ધર્મ કે દેશ બચાવવા ઉતરે છે? અરે કેટલા અબજોપતિ કે કરોડપતિના દીકરાઓ સરહદ પર શહીદ થાય છે? જ્યાં સુધી તમે આ દ્વંદ્વમાં ફસાયેલા રહેશો ત્યાં સુધી તમે અને તમારી આવનારી સો પેઢીઓ સામાન્ય પ્રજા બનીને જ રહેશે.જે દિવસે આ દ્વંદ્વની બહાર નીકળ્યા એટલે તમે સફળ એ નક્કી.
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top