SURAT

લો બોલો ! સલાબતપુરામાં લાખોનો વ્યવહાર કરતા બૂકી પકડાયા અને ગણતરીની મિનીટમાં છોડી દેવાયા

સુરત : સલાબતપુરા પોલીસ મથક ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ સલાબતપુરા પોલીસ મથકના આખાય સ્ટાફને બદલી દેવાયા બાદ પણ આ પોલીસ સ્ટેશનમાં વ્યાપેલો ભ્રષ્ટ્રાચાર અંકુશમાં આવ્યો નથી. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ક્રિકેટનો મુખ્ય બૂકી અજજુ અને તેની સાથે ચાર શખ્સોને અઠવા પોલીસે પૂરાવા સાથે ઝડપી પાડ્યા હતા. દરમિયાન એવું કહેવાય છે કે આ શખ્સોને અઠવા પોલીસ મથકે લઇ જવામાં તો આવ્યા પરંતુ તેઓની પૂછપરછ કરીને છોડી દેવામાં આવ્યા હતા. ક્રિકેટના બૂકીઓ રંગે હાથે ઝડપાયા હોય અને તેઓને કેવી રીતે છોડી દેવામાં આવ્યા તે શંકા ઉપજાવે છે.

  • ક્રિકેટનો મુખ્ય બૂકી અજજુ અને તેની સાથે ચાર શખ્સોમો અઠવા પોલીસે સામાન્ય પૂછપરછ કરીને છોડી દીધા
  • ડિસ્ટાફના ધર્મેશ નામના કોન્સ્ટેબલ દ્વારા આ બૂકીઓને છોડી દેવામાં આવ્યા

અલબત હાલમાં શહેરની પરિસ્થિતિ બગડેલી છે. ત્યારે અઠવામાં ડિસ્ટાફના ધર્મેશ નામના કોન્સ્ટેબલ દ્વારા આ બૂકીઓને છોડી દેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. હવે આ મામલે કોઇ વ્યવહાર થયો છે કે નહી તે તો કમિ. અજય તોમર તપાસ કરે તો જ ખબર પડી શકશે. અલબત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગર્તામાં છે ત્યારે ડિસ્ટાફની હરકત જુગાર અને દારૂ તરફે છે. નહીં કે પ્રજા તરફ.

રાંદેરમાં ડીસ્ટાફના વિવાદીત મહેન્દ્રને બદલે એએસઆઇ મહેન્દ્રનો ભોગ લેવાઇ ગયો
સુરત : સુરત પોલીસમાં ઉચ્ચ અધિકારીઓ પોતાના કેશિયરોને બચાવવા કેટલી હદે સામે આવે છે તે ચર્ચા છેડાઇ છે. કમિ. અજય તોમર દ્વારા હાલમાં ડિસ્ટાફના વિવાદીત લોકોને શોધી શોધીને બદલી કરવામાં આવી રહી છે. તેમાં સજ્જુ કોઠારીના ભાગ્યા પછી ડિસ્ટાફના વિવાદીત મહેન્દ્ર અને અજીતની બદલી કરાઈ ન હતી. હાલમાં કમિ. અજય તોમરે આ બે વિવાદી કોન્સ્ટેબલોની બદલી કરવાના આદેશ આપ્યા હતા. તેમાં ડિસ્ટાફના મહેન્દ્રને બદલે પીએસઓ તરીકે ફરજ બજાવતા એએસઆઇ મહેન્દ્રની બદલી કરવામાં આવી હતી. તેની સાથે અજીતની બદલી કરવામાં આવી હતી. પોલીસ બેડામાં ચર્ચા છે કે કાગળ પર કમિ. અજય તોમરને મહેન્દ્રની બદલી કરવામાં આવી હોવાનું બતાવાયું છે પરંતુ વાસ્તવમાં અન્ય સરખા નામ ધારીની બદલી કરવામાં આવી છે. કમિ. અજય તોમરે જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે.

Most Popular

To Top