સલાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીની બદલીથી કાપડના વેપારીઓ કેમ થયા ખુશ? જાણો શું કહ્યું..

સુરત: (Surat) રિંગ રોડની કાપડ માર્કેટમાં (Textile Market) ચીટરો (Cheaters) દ્વારા કરવામાં આવતા ઉઠમણાઓમાં (Fraud) પોલીસની (Police) ભૂમિકા ને લઈ શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનના (Salabatpura police station) સમગ્ર સ્ટાફની (All Staff) સાગમટે બદલી (Transfer) કરવાના નિર્ણયને ફોસ્ટા (Fostta) અને ફોગવા (Fogwa) એ આવકાર્યો છે. કાપડ માર્કેટમાં ટ્રેડર્સ, વિવર્સ વર્ષે 600થી 800કરોડ રૂપિયા ઉઠમણાંમાં ગુમાવતા હતાં.

  • ઉઠમણામાં માત્ર અરજી જ લેવાતી હોવાથી સલાબતપુરા પોલીસ મથકના સંપૂર્ણ સ્ટાફની બદલી જરૂરી હતી
  • પોલીસ સ્ટાફની બદલી કરવાથી નવો આવનારો સ્ટાફ મેરિટ પર કામ કરી છેતરાયેલાં વેપારીઓને ન્યાય અપાવશે

કાપડ માર્કેટમાં છેતરપિંડીના કેસો સતત સામે આવતા રહે છે. ઉઠામણાની ફરિયાદનો ઉકેલ લાવવાને વેપારીઓને રંજાડવામાં આવતા હોવાની ફરિયાદ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર.પાટીલને કરવામાં આવી હતી. તે પછી સુરત ટેક્સટાઇલ માર્કેટમાં યોજાયેલા સન્માન સમારોહમાં પાટીલે આ વાતનો ઉલ્લેખ કરી કડક પગલાં ભરવાની ખાતરી આપી હતી. વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધવાને બદલે માત્ર અરજી લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ વિવર્સ સાથે ઠગાઈ કરનાર 47 ચીટર પાર્ટીઓની યાદી પોલીસ કમિશનરને આપી હતી. એવીજ રીતે ફોસ્ટા, એસએમએ દ્વારા ગૃહ રાજ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, ‘આ નિર્ણયથી કાપડ માર્કેટસમાં ચીટિંગ કરતી ટોળકીને અટકાવી શકાશે. સાગમટે પોલીસ સ્ટાફની બદલી કરવાથી નવો આવનારો સ્ટાફ મેરિટ પર કામ કરી છેતરાયેલાં વેપારીઓને ન્યાય અપાવશે.

જુગારીઓને માર મારવાનો મામલો હાઈકોર્ટ પહોંચતા બદલી થઈ

આ અગાઉ જુગારીઓને (Gambler) માર મારવાના કિસ્સામાં હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનરને (Surat Police Commissioner) પણ ટકોર કરીને 25 હજારનો દંડ (Fine) કરવાના કેસમાં હવે સુરત પોલીસ કમિશનરે સલાબતપુરા પીઆઇ સહિત સમગ્ર સ્ટાફની સાગમટે બદલી (Transfer) કરી નાંખતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. સલાબતપુરા પીઆઇ કિકાણીને ચોકબજાર અને ચોકબજારના પીઆઇ ચૌધરીની આંતરિક બદલી કરવામાં આવી હોવાની વિગતો પણ મળી છે. આ સમગ્ર સ્ટાફમાં (Staff) 1 પીઆઇ, 11 જેટલા પીએસઆઇ અને બીજા 104 સ્ટાફ સહિતની બદલી કરી દેવામાં આવી છે. આ બદલી સુરત અને ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર કરવામાં આવી હોવાનું પણ કહેવાઇ છે. સુરતના કોઇપણ પોલીસ મથકમાં આવી રીતે અગાઉ ક્યારેય પણ પીઆઇથી લઇને એલઆર સહિતના સ્ટાફની બદલી થઇ નથી.

આ વાતથી નારાજ સુરતના પોલીસ કમિશનર દ્વારા રવિવારે મોડી સાંજે સમગ્ર સલાબતપુરા પોલીસ સ્ટાફની બદલી કરી નાંખી હતી. જેમાં સલાબતપુરાના પીઆઇ એમ.વી. કિકાણીને ચોકબજાર પોલીસનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જ્યારે ચોકબજારના પીઆઇ એ.એ. ચૌધરીને સલાબતપુરાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સલાબતપુરાના 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત અન્ય હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષક દળને પણ ટ્રાન્સફર કરીને અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવી હતી. સલાબતપુરા પોલીસનો વહીવટ કરતા બે વહીવટદારોને 20 દિવસ પહેલા જ બીજી જગ્યાએ બદલી કરી દેવામાં આવી હતી.

Most Popular

To Top