સુરત : પોલીસને ચકમો આપીને ભાગી ગયેલા માથાભારે સજ્જુ કોઠારીના ઘરે સુરત શહેર પોલીસે બુધવારે દરોડા પાડ્યા હતા. પોતાને સાઉથ મૂવીનો વિલન સમજતા સજ્જુ કોઠારીના શોખ પણ ભારે છે. જે તેના ઘરના દ્રશ્યો જોઈને સમજાય છે. પોલીસ તો સજ્જુના ઘરને જોઈને જ ચોંકી ગઈ હતી. પોલીસને વધારે નવાઈ ત્યારે લાગી જ્યારે તેણે 25 જેટલાં મૂક જીવ કેદ કરી રાખ્યા હતા. આ મૂક જીવોને રાખવા માટે સજ્જુએ પાંજરા વસાવ્યા હતા.
- સજ્જુ કોઠારી સામે હવે પશુ કૃરતા કાયદાનો વધુ એક સકંજો કસાયો
- સજ્જુએ 3 આફ્રીકન ગ્રે પક્ષી, 2 સન કન્નુર પક્ષી, 2 ડસ્કી કનુર, 17 પેઇડ કોકાટેઇલ અને 1 પ્લમ હેડેડ પેરાકીટને માર્બલના પાંજરામાં રાખ્યા હતા
- પક્ષીઓને ખાવાની અને પીવાની કોઈ વ્યવસ્થા ન હતી, પક્ષી કૃરતાની ફરિયાદ દાખલ
માથાભારે સજ્જુ કોઠારી(Sajju Kothari) સામે ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) ગઈકાલે લેન્ડ ગ્રેબિંગની (Land Garbing ) ફરિયાદ (Complain) દાખલ થઈ હતી. આ પહેલા અઠવામાં એક ફરિયાદ દાખલ કરાઈ હતી. સજ્જુ કોઠારીના ઘરે ગયેલી ક્રાઈમ બ્રાંચને ત્યાં 25 જેટલા પક્ષી (Bird) પાંજરામાં પુરેલા મળી આવ્યા હતા. જેને પગલે હવે અઠવા પોલીસે સજ્જુ કોઠારી સામે પશુ કૃરતા કાયાદોનો વધુ એક ફરિયાદ નોંધી હતી.
નાનપુરા જમરૂખ ગલીમાં આવેલી મિલ્કતમાં જાહેર રસ્તાની બન્ને બાજુ સજ્જુ કોઠારીએ ગેરકાયદે બાંધકામ દરવાજો બનાવી અંદર જુગાર ક્લબ સહિત તમામ ગેરકાયદે પ્રવૃતિઓ ધમધમતી હતી. ક્રાઈમ બ્રાંચ ડીસીપી રાહુલ પટેલ, એસીપી આર.આર.સરવૈયા, પીઆઈ લલિત વાઘડિયા અને એ.જી.રાઠોડ સહિતનો કાફલો આજે સજ્જુ કોઠારીના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે જમરૂખ ગલીમાં રોડ ઉપર કમ્પાઉન્ડની દિવાલના મુખ્ય દરવાજા પાસે માર્બલના પથ્થરોના 6 ફિક્સ પાંજરા બનાવ્યા હતા. જેમાંથી ત્રણ પાંજરામાં અલગ અલગ જાતીના પક્ષીઓ રાખ્યા હતા. પાંજરામાં પક્ષીઓને ખાવાની કે પાણીની સગવડ નહોતી. પક્ષીઓને ખુબ જ કૃરતા પૂર્વક અને ગેરકાયેદસર રીતે પુરી રાખ્યા હતા. પ્રયાસ જીવદયા ટ્રસ્ટનો સંપર્ક કરી પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા. જ્યાંથી કુલ 25 પક્ષીઓને મુક્ત કરી અઠવા પોલીસ સ્ટેશનમાં સજ્જુ સામે પશુ-પક્ષી કૃરતા કાયદા હેઠળ ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
કયા કયા ગેરકાયદે રાખેલા પક્ષીઓ મળ્યા
3 આફ્રીકન ગ્રે પક્ષી, 2 સન કન્નુર પક્ષી, 2 ડસ્કી કનુર, 17 પેઇડ કોકાટેઇલ અને 1 પ્લમ હેડેડ પેરાકીટ મળી આવ્યા હતા. આ પક્ષીઓની કિંમત બાબતે પુછતા 3 આફ્રીકન ગ્રે પક્ષીના 75 હજાર, 2 સન કનુર પક્ષીના 10 હજાર, 2 ડસ્કી કનુરના આશરે 10 હજાર, 17 પેઇડ કોકાટેઇલ પક્ષીના આશરે 15 હજાર અને 1 પ્લમ હેડેડ પેરાકીટના 2 હજાર મળી કુલ 1.12 લાખના પક્ષી મળી આવ્યા હતા.