દરેક માનવી ને દેશના બંધારણ ના આર્ટિકલ અને કાયદા,નિયમો હેઠળ ભેદભાવરહિત જીવન વ્યતિત કરવા માટે આઝાદી પ્રાપ્ત થઈ છે. અહીં વાત કરવી છે સંત અને સંતાનોની, સંત સ્વૈચ્છાએ સાંસારિક જીવનનો ત્યાગ કરી, સંતની ભૂમિકા બજાવવા તરફ આગળ વધે છે.સંત નો માર્ગ ખૂબ કંટક ભર્યો છે સાચા સંતનું બિરુદ પામવું કઠિન છે, કેટલાયે એવા દાખલા જોવા મળે કે સાધુ /સંત બન્યા પછી કઠોર સમસ્યાઓનો સામનો નહીં કરી શકનારા ફરી પાછા સંસારમાં પરત ફર્યા છે કેટલાક લેભાગુ બનીને લોકોને છેતરીને ટકી રહે તો કેટલાક મોટિવેશનલ સ્પીકર બનીને સમાજને માર્ગદર્શન આપતા રહે છે આમમા બાપને ઘરમા છોડીને પુત્ર /સંતાનો સાંસારિક જીવનનો ત્યાગ કરે તો બીજી બાજુ સંતાનો/પુત્ર સાંસારિક જીવન જીવવા માટે મા બાપ ને ઘરડાઘરમાં મુકવા જાય છે.
31-07-2022ની રવિવારીય પૂર્તિ મા ભારતમાં વૃદ્ધાશ્રમો ની સંખ્યા કૅમ વધી રહી છે? તે બાબતે ટાઈમ લાઈન કોલમ મા સંજય વોરા એ બે દાખલાનો ઉલ્લેખ કરેલ છે. (1)મેટ્રોપોલીટન કોર્ટ ના મેજિસ્ટ્રેટ તેમના સગા બાપને અને (2)બિનનિવાસી ભારતીય પોતાના પિતાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી પરત ન થતા હોસ્પિટલ સત્તાવાળાએ વૃદ્ધા શ્રમમાં દાખલ કર્યા, તો આ છે જીવનની કડવી અને સાચી વાસ્તવિકતા.વૃદ્ધાશ્રમ ની નીપજ, અગત્યતા આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સમજાય જો કે વૃદ્ધાશ્રમમા તમામના સંતાનો પૈસાદાર અને ઉચ્ચ શિક્ષણ લેનારા હોય છે. છતા “સાચા સંત અને સંતાનો “સામાજિક જીવનમા અવિભાજ્ય અંગ છે એમ કહીએ તો ખોટુ નથી.
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.