મુંબઇ: બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સૈફ આજે સવારથી હોસ્પિટલમાં (Hospital) દાખલ છે. તેમજ તેની સર્જરી ચાલી રહી છે. સૈફની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર (Karina Kapoor) ખાન પણ તેની સાથે હોસ્પિટલમાં હાજર છે. આ સમાચારે (News) અભિનેતાના (Actor) તમામ ફેન્સને પરેશાન કરી દીધા છે.
મળતી માહિતી મુજબ સૈફ અલી ખાનના ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું હતું. આ કારણોસર આજે સવારે જ તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સૈફે ઘૂંટણની સર્જરી કરાવી છે. કરીના પણ તેના પતિ સાથે હોસ્પિટલમાં હાજર છે. આ સર્જરીની જરૂર અચાનક ઊભી થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સર્જરી લાંબા સમયથી પેન્ડિંગ હતી અને આજે કરવામાં આવી છે. સર્જરી બહુ ગંભીર નથી. સૈફ પણ હવે સ્વસ્થ છે. ચિંતા કરવાની કોઈ જરૂરીયાત નથી.
સૈફ પહેલા પણ સર્જરી કરાવી ચૂક્યો છે
આ પહેલીવાર નથી જ્યારે સૈફ અલી ખાન ઇજાગ્રસ્ત થયો હોય. અગાઉ પણ તે શૂટિંગ સેટ પર ઘણી વખત ઈજાગ્રસ્ત થયો હતો. 2016માં રંગૂન ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફના અંગૂઠામાં પણ ઈજા થઈ હતી. આ પછી તેની સર્જરી થઈ હતી. જો કે તે સર્જરી પણ બહુ ગંભીર નહોતી.
સૈફ ફિલ્મોમાં ચમકવામાટે તૈયાર
સૈફ અલી ખાનની વાત કરીએ તો તે 53 વર્ષની ઉંમરમાં પણ ફિલ્મોમાં પોતાનો ચાર્મ ફેલાવી રહ્યો છે. અભિનેતા છેલ્લે 2023માં આવેલી ફિલ્મ આદિપુરુષમાં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તેમજ સૈફના પાત્રની પણ ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી.
પરંતુ હવે નવા વર્ષમાં સૈફ અલી ખાન બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. અભિનેતા પાસે ઘણી મોટી ફિલ્મો વેઇટીંગમાં છે. તે આ વર્ષે એક્શન-થ્રિલર તેલુગુ ફિલ્મ ‘દેવરા’માં જોવા મળશે. સૈફની આ ફિલ્મ પહેલાથી જ ચર્ચામાં છે. આ સિવાય સૈફ ગો ગોવા ગોનના બિજાપાર્ટમાં પણ જોવા મળશે.