1963ની સુપર હીટ ‘તાજમહલ’ ફિલ્મના લતા મંગેશકરના ‘ખુદા એ બદત’ ગીતની સમીક્ષા કરીને લેખકે ‘હૃદયને ગાતાં ગીતો’ની શ્રેણીની ખૂબસૂરત ઓર વધારી દીધી. હિન્દી ફિલ્મજગતના આ શાયર માટે બેશક કહેવું પડે આના જેવો બીજો શાયર આજ દિન સુધી જોવા મળ્યો નથી. ફિલ્મજગત એના સર્વશ્રેષ્ઠ યોગદાન માટે સદા ઋણી રહેશે. અહીં જરા એક એના પુરાવાની આડ વાત કરી લઉં. ભારતની એકતા માટેનું ‘તું હિન્દુ બનેગા યા મુસલમાન’ રફીનું આ ગીત આપણને ઇન્સાનિયતની યાદ અપાવે છે. બીજું એક ગીત ‘સાધના’ ફિલ્મનું લતા મંગેશકરનું ‘ઔરતને જનમ દિયા મર્દો કો’ આ દર્દભર્યા ગીતમાં મહિલા માટે જબરજસ્ત આક્રોશ વ્યકત થાય છે.
ખેર, અહીં મૂળ વાત ‘તાજમહલ’ ફિલ્મના ગીતની કરવાની છે. કયારેક રેડિયો પર વાગતા આ ગીતમાં સૃષ્ટિના સર્જનહાર ખુદાની સામે શાયર સવાલ કરે છે. આ જમીન તારી છે, સંપત્તિ તારી છે, પછી પણ એકબીજાની હત્યા કરવી પડે એવી તે કેવી મજબૂરી, કયું યે જંગ અભી તક જારી હૈ. આ ધરતી પર શાંતિનું સામ્રાજય ફરી કયારે સ્થાપિત થશે? આવી બધી અનેક પ્રકારની ફરિયાદો આ ગીત દ્વારા વ્યક્ત થાય છે. છતાં પણ અંતમાં એક આશાવાદ એવો વ્યકત થાય છે. તારી કૃપાથી ફરી હૃદયના બાગને તું ખીલેલો રાખજે. અંતમાં અમારા જેવા હિન્દી ભાષાથી પરિચિત અને ઉર્દૂ ભાષાથી અનજાન એવા સંગીતપ્રેમી માટે આ ગીતનો ગુજરાતીમાં અનુવાદ કરનાર લેખકને શાયર સાહિરને ધન્યવાદ આપવા પડે. કહેવું પડે ‘તુમ્હારા કોઇ જવાબ નહીં.’
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.