Charchapatra

સફીન હસનનાં આંસુથી રાખડી પલડી ગઈ

રક્ષા કાજે પોતાનો ભાઈ ભલે બહેન રાખડી બંધાવતો હોય પણ આરોગ્યની કથની પણ ખરી હોય કે રક્ષાબંધન બાદ થોડા જ દિવસમાં બ્લડ કેન્સરથી ઝઝુમતી બહેનનો સુરજ અચાનક આથમી ગયો. વિધિની વક્રતા એ હતી કે બ્લડ કેન્સરમાં ઝઝુમતી બહેન મિત્તલ ગોંડલિયાને હિંમત આપનારા માનવતાભર્યા અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી સફીન હસનને જ્યારે રાખડી બાંધી એ થોડા જ દિવસમાં દેહાંત થતા જાણે “ભાઈ બનેલા સફીન હસનની આંખમાંથી આંસુમાં નીકળીને રાખડી પલડી ગઈ હોય એવો અહેસાસ થતો હતો.  મૂળ તો ભાવનગરની વતની મિત્તલ ગોંડલિયાની જીંદગી ખુબજ સંઘર્ષ ભરી હતી. તેઓ અનેક લીલી સુકી જોયા બાદ જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલ બન્યા પણ વિધિનાં લેખ શું લખ્યા હોય ત્યારે તેઓને ખુબ કુમળી યૌવન વયે બ્લડ કેન્સર ડિટેક્ટ થયો. બધું સકારાત્મક સારવાર ચાલતી હતી.

ત્યારે ‘બોર્નમેરો’ ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાતચીત થઇ ત્યારે પોતે મજબૂત મનોબળનાં હતા. છતાં ઘરની આર્થિક સ્થિતિ ખુબ નબળી હોવાથી સારવારમાં 25 લાખ ખર્ચ કરવાનો સરળ ન હતો. બ્લડ કેન્સર એ જીવલેણ રોગ હતો. આ ઘટના પોલીસ અધિકારી સફીન હસનને ખબર પડતા કેન્સરગ્રસ્ત મિત્તલ ગોંડલિયાને એક મહિલા પોલીસ અધિકારી તેમના ઘરે પહોચીને કહ્યું કે “તમે ખર્ચની ચિંતા ન કરો સફીન હસન સાહેબ અને સેવાકીય સંસ્થા દ્વારા મદદે આવ્યા છે.” તેમની સારવાર માટે સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને તેમની મદદ કરી હતી.

મિત્તલ ગોંડલિયાએ કપરા સમયમાં મદદ કરતા સારવાર લઈને એક સમયે ધૈર્યબલથી કહ્યું કે, “આજે જો હું કદાચ આટલી હિંમત સાથે નવી જિંદગી જીવી રહી છું એમાં મને કોઈએ સૌથી વધુ સહકાર આપ્યો હોય તો મારા પરિવાર અને મારા DCP સાહેબ સફીન હસનનો ખૂબ જ અગત્યનો ફાળો છે અને હું આ બધા ને પ્રોમિસ કરું છું કે હું એ જ ખાખી વર્ધી પહેરીને થોડા જ દિવસમાં મારી નોકરી એ પરત ફરીશ અને ફરી આ દેશ અને રાજ્યની સેવામાં લાગી અને મને સહકાર આપનાર આપ તમામનું ઋણ પૂરું કરીશ. જય હિન્દ” પણ કાળક્રમે કઠણાઈ એ આવી કે મિત્તલ ગોંડલિયાની ફરીવાર તબિયત બગડવા માંડી હતી. હાલમાં તેમનું દુઃખદ અવસાન થતા ગુજરાતમાં સમાચાર સાંભળનારા ભાંગી પડ્યા હતા, તેમના અંતિમયાત્રામાં પોલીસ અધિકારી સફીન હસન પહોંચ્યા ત્યારે એ વખતે રૂમાલ કાઢીને ભીની આંખ સાફ કરતા દૃશ્યો જોવા મળ્યા.
ભરૂચ    – વિરેન્દ્રસિંહ અટોદરીયા      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચાલો યાદ કરીએ લેટરના જમાનાને
‘સન્નારી’ પૂર્તિમાં લેટર અંગે વર્ણવેલા પોતાના અનુભવો વાંચી મન આવિસ્મરણીય લેટરના જમાનામાં પહોંચી આનંદથી ઝુમી ઉઠ્યું. સાચે જ પત્ર વ્યવહારનો પણ એક ખુબસુરત સમય હતો ટપાલી પત્ર લઈને આવે તે દેવદુત લાગતા. નોકરી મળ્યાનાં, અભ્યાસમાં પાસ થયાનાં, લગ્ન લેવાયાનાં, પ્રેમીઓનાં પ્રેમ પત્રો આવતાં. એટલુ જ નહીં શુભની સાથે અશુભ સમાચારો પણ પત્ર થકી જ મળતાં અરે સિનેમામાં પણ પત્રને માધ્યમ બનાવી ગીતો લખતા એટલું જ નહીં ગાંધીજી નેહરૂજી સરદાર પટેલ પણ પત્ર વ્યવહાર ખુબ જ કરતાં અરે ‘અલી ડોસા’ની પોસ્ટની પત્ર માટે અવરીત મુલાકાતની વાર્તા પણ બહુ જ પ્રસિદ્ધિ પામી હતી. આ લખનાર પણ પત્ર વ્યવહારનાં રસિયા હતા એટલું જ નહીં છેલ્લા ત્રીસ વર્ષ થયા. ગુજરાતમિત્રમાં ચર્ચાપત્ર લખી રહ્યા છે. હજુ આજે પણ એજ નિયમ છે છતાં ગુજરાતમિત્રએ પણ હવે મોબાઇલ દ્વારા મોકલાતા ચર્ચાપત્રોને આગવુ સ્થાન આપ્યાનું અનુભવાય છે અમારા પત્ર દ્વારા મોકલાતા પત્રોને હજુ પણ મિત્ર સ્થાન તો આપે જ છે, એજ તો મિત્રની ખુબી છે એટલું જ નહિ અનેક ગુજરા ઝમાનાની વાતોને અવનવાર પ્રગટ કરી અમારા જેવાને યાદોના હિંડોળે ઝુલવાનો આનંદીત અવસર પણ આવે છે, ધન્ય ધન્ય મિત્રને.
નવસારી – ગુણવંત જોષી    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top