Charchapatra

પતંગની દોરીથી યુવકોને ગંભીર ઇજા અંગે સલામતી જરૂરી છે

દાહોદમાં ઇન્દોર-અમદાવાદ હાઇ વે પર ગરંબાડા ચોકડી નજીક ચાઇનીઝ દોરીનો ભયાનક બનાવ બન્યો હતો. બાઇક ચલાવતા સમયે ગળાના ભાગે દોરી વાગતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ગળાની નસો કપાઇ જતાં અંદર બહાર મળી કુલ 50 થી વધુ ટાંકા લેવા પડયા હતા. સદ્નસીબે વ્યકિત જીવિત છે. પણ હેરાનગતિ બહુ ભોગવે છે. બીજો બનાવ પાલનપુર તાલુકાના વાસણપરા ગામે બાઇક ઉપર જઇ રહેલા યુવકના ગળામાં ચાઇનીઝ દોરી ભરાઇ ગઇ હતી. તાત્કાલિક પાલનપુરથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં ડોક્ટરે ગળાના ભાગે પાંચ ટાંકા લઇ લોહી બંધ કરી તેનો જીવ બચાવ્યો. સલામતી માટે શું કરવું? ફકત 15 દિવસ આવા નિયમોનું પાલન કરો તો સાવચેતી જ સુરક્ષા છે. હેલ્મેટ પહેરો, ગળામાં મફલર બાંધો, બાઇકની સ્પીડ ઓછી રાખો. રાત્રે દોરી દેખાતી ન હોવાથી રાત્રે બાઇક ચલાવવી નહીં.
સુરત     – મહેશ આઇ. ડોક્ટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top