Vadodara

સેફટી ફીચર્સ અને પર્યાવરણ સબંધિત બાબતોને ધ્યાને રાખી ફોર્મ્યુલા કારનું નિર્માણ

વડોદરા: વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને વિશ્વના જુદાં-જુદાં દેશોના ટેક્નિકલ વિદ્યાર્થીઓની 622 ફોર્મ્યુલા ટીમનું તમામ પ્રકારે મૂલ્યાંકન કરીને રેન્કીંગ જાહેર કર્યું છે. જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ની સ્ટુડન્ટ ફોર્મ્યૂલા ટીમે સમગ્ર વિશ્વમાં 45મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ સાથે જ ટોપ-50માં પસંદગી પામનાર દેશની એકમાત્ર ટીમ છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ટેક્નિકલ ક્ષેત્રે તમામ પ્રકારના ઉચ્ચત્તમ ધોરણો પ્રાપ્ત કરે, તે માટે જીટીયુ હંમેશા કાર્યરત રહે છે.

ફોર્મ્યુલા રેન્કીંગમાં સમગ્ર વિશ્વમાં  ટોપ-50માં સ્થાન પ્રાપ્ત કરીને જીટીયુની ટીમે  રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ જીટીયુની સ્ટુડન્ટ ફોર્મ્યૂલા ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. વિદ્યાર્થીઓ ટેક્નિકલ ક્ષેત્રે તમામ પ્રકારના ઉચ્ચત્તમ ધોરણો પ્રાપ્ત કરે તે માટે જીટીયુ હંમેશા કાર્યરત રહે છે.

GTUની ફોર્મ્યુલા ટીમે 1000/745 પો.નો સ્કોર મેળવ્યો

જર્મની ખાતેથી કાર્યરત  વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશન દ્વારા જાહેર કરાયેલ ફોર્મ્યૂલા રેન્કીંગ માટે વિવિધ પ્રકારના ધરાધોરણો નક્કી કરવામાં આવ્યા હતાં. જેમાં ફોર્મ્યૂલા કારના નિર્માણમાં મિકેનિકલ અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્ર જેવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થયેલ છે તથા તેની ડિઝાઈનમાં જોવા મળતાં સેફ્ટી ફિચર્સ અને પર્યાવરણ સંબધીત બાબતો , આ ઉપરાંત છેલ્લા 1 વર્ષમાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં મેળવેલ ક્રમાંક વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોર્મ્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને  જીટીયુની ફોર્મ્યૂલા ટીમને 1000માંથી 745 પોઈન્ટનો સ્કોર આપ્યો હતો. 

ગતવર્ષે ફોર્મ્યૂલા ભારત સ્પર્ધામાં જીટીયુની ટીમે તૃતિય સ્થાન હાંસલ કર્યુ હતું.  આ ઉપરાંત બુદ્ધ સર્કિટ સૂપ્રાસઈ ઈન્ડિયા સ્પર્ધા માટે પણ પસંદગી પામ્યા હતાં.  સમગ્ર વિશ્વમાં ટોપ -50માં સ્થાન પ્રાપ્ત કરીને જીટીયુની ટીમે દેશનું ગૌરવ વધાર્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top