SURAT

મોહિણી ગામમાં એક મકાનના વાડામાં આઈસર ટેમ્પોમાં મુકાઈ હતી આ વસ્તુ, સચીન પોલીસ પહોંચી ગઈ

સુરત: સચીન પોલીસે મોહિણી ગામમાં આવેલા એક મકાનના વાડામાં મુકેલા આઈસર ટેમ્પોમાંથી 10.39 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી કુલ 22.74 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. તથા દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

  • આઈસર ટેમ્પોમાં 10.39 લાખના દારૂ સાથે 9 ની ધરપકડ કરતી સચીન પોલીસ
  • વાડામાં પડેલા આઇસર ટેમ્પામાંથી દારૂ સહિત 22.74 લાખનો મુદ્દામાલ જપ્ત

સચીન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે સચીન મોહિણી ગામ, પટેલ ફળીયુ, જયેશભાઇ ભગુભાઇ પટેલના ઘરના પાછળ વાડામાં પડેલા આઇસર ટેમ્પામાંથી પોલીસે દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂની હેરાફેરી કરતા આરોપીઓ સુરેશભાઇ રામબ્રિજ ખારવર, નયમેશભાઇ ભરતભાઇ પટેલ, સંજયકુમાર નવીનભાઇ પટેલ, સ્નેહલ ઉર્ફે જીનો અશોકભાઇ પટેલ, પરેશભાઇ ઇશ્વરભાઇ પટેલ, હિતેશભાઇ નટુભાઇ પટેલ, છીતુભાઇ સુખાભાઇ પટેલ, નિલેષભાઇ મુરલીધર ચૌધરી અને જયેશભાઇ ભગુભાઇ પટેલને પકડી પાડ્યા હતા.

તેમની પાસેથી કુલ 10.39 લાખનો દારૂનો જથ્થો કબજે કરાયો હતો. સાથે આઈસર ટેમ્પો અને 9 મોબાઈલ ફોન મળીને કુલ 22.74 લાખનો મુદ્દામાલ સચીન પોલીસે જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો વાહનમાં ભરી આપનાર જીગ્નેશભાઇ ભરતભાઇ પટેલ (રહે- રોહીણાગામ, કડવી બોરફળિયુ, તા-પારડી,જી-વલસાડ) તથા દારૂનો જથ્થો મંગાવનાર મનોજ નરેશભાઇ ડાંગે (રહે- ગોડાદરા), લાલુ (રહે- ચલથાણ તા-પલસાણા), કાલુ (રહે- આનંદનગર, ચલથાણ તા-પલસાણા) અને સુનીલ (રહે. દેલાડવા ગામ) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

Most Popular

To Top