SURAT

સચીન જીઆઈડીસી રાજ્યની પ્રથમ મોડેલ જીઆઈડીસી બની, 175 કિ.મી.માં અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક પાથર્યું

સુરત: (Surat) સચિન જીઆઇડોસીમાં (Sachin GIDC) કાયમી બનેલી લાઈનલોસ અને પાવર ત્રિપિંગની (Power Tripping) સમસ્યાથી ઉદ્યોગકારોને (Industrialist ) રાહત મળી છે. માત્ર 9 મહિનામાં સચિન જીઆઇડીસીના 752 હેક્ટરના 175 કિમીના સરાઉન્ડિંગ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કની (Under Ground Cable Network) કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પાંડેસરા જીઆઈડીસીમાં જ્યાં 400 હેક્ટર જમીનમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક જ્યાં ત્રણ વર્ષે પૂર્ણ થયું હતું. જ્યારે સચિન જીઆઇડીસીમાં 9 મહિનામાં કામ પૂર્ણ થયું છે.

  • માત્ર 9 મહિનામાં સચિન જીઆઇડીસીના 752 હેક્ટરના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્કની કામગીરી પૂર્ણ થઈ.
  • ગુજરાતની 29 નોટિફાઇડ જીઆઇડીસીમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ધરાવનાર સચિન પ્રથમ જીઆઇડીસી બની.

સચિન ઇન્ડસ્ટ્રિઝ એસોસિએશનના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, જીઆઇડીસીને ફરતે 175 કિમી. એરિયામાં આ વીજ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ માટે રાજ્ય સરકારે 25 કરોડ, ઉદ્યોગકારોના ટેક્સની રકમમાંથી નોટિફાઇડે 10.76 કરોડ અને ડીજીવીસીએલ દ્વારા 9.10 કરોડનો ફાળો આપ્યો છે. ગુજરાતમાં ૨૯ નોટિફાઈડ એરિયા જીઆઇડીસીમાંથી સુરત સચિન જીઆઈડીસી 100 ટકા અંડર ગ્રાઉન્ડ ઈલેક્ટ્રિસિટી કેબલ નેટવર્ક ધરાવનાર પ્રથમ મોડેલ જીઆઇડીસી બની છે.

અગાઉ રોડ પાર ખુલ્લામાં કેબલ અને ટ્રાન્સફોર્મર હોવાથી વાહનો અથડાવાની સાથે પશુઓ ચોંટી જવાના બનાવો બનતા હતા. વરસાદમાં પણ વીજ જવાની સમસ્યા હતી. અગાઉ એક કલાક પાવર કટ થતો એનાથી સચિનના ઉદ્યોગકારોને ૨ કરોડ રૂપિયાનું નુકસાન થતું હતું. જેનો હવે ઉકેલ આવ્યો છે. રાજ્યની 29 નોટિફાઈડ એરિયામાં વાપી પછી વિસ્તારની દ્રષ્ટીએ સુરત બીજા ક્રમે આવે છે. અંડર ગ્રાઉન્ટ કેબલ 175 કિલોમીટરમાં કરવામાં આવ્યું છે.હવે પાવર ટ્રિપિંગ, લાઈનલોસ, અકસ્માત,આગ જેવી ઘટનાઓ બંધ થશે ઝીરો થશે. ટ્રાન્સફોર્મર હટી જતાં જીઆઇડીસીના રસ્તાઓ પહોળા થશે.

Most Popular

To Top