SURAT

સચીન GIDCની પાછળ ઝૂંપડામાં સફેદ કોથળામાં હતી આ વસ્તુ, પોલીસની નજરથી બચી ન શકી

સુરતઃ સચીન જીઆઈડીસી (Sachin GIDC) ખાતે આવેલા ઝૂંપડામાં 12 કિલો ગાંજાનો (Marijuana) જથ્થો સંગ્રહ કરી વેચવા માટે રાખી મુકનાર આરોપીને સચીન જીઆઈડીસી પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી 1.21 લાખનો ગાંજો કબજે લીધો હતો.

સચીન જીઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સચીન જીઆઈડીસી ગેટ નંબર 1 પાસે સ્ટીમ હાઉસ ઇન્ડિયા લી.કંપનીની પાછળ ઝૂંપડામાં સુમંત કૈલાસપ્રસાદ સિન્હા નામનો વ્યક્તિ ગાંજાનો જથ્થો લાવી સંગ્રહ કરતો હોવાની બાતમી એએસઆઈ પ્રવિણ લોટનભાઈ, ઇરસાદ ગુલામ સહિતના સ્ટાફને મળી હતી. બાતમીના આધારે સચીન જીઆઈડીસી પોલીસે વોચ ગોઠવી રેઈડ કરી હતી. રેડ કરતા તેના મકાનમાં એક સફેદ કોથળામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ચેક કરતા કુલ 12.138 કિલોગ્રામ જથ્થો હતો. 1.21 લાખનો ગાંજો અને 3 હજારનો મોબાઈલ ફોન પોલીસે કબજે કરી કુલ 1.24 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી કરી હતી. તેની પુછપરછ કરતા વિષ્ણુ નામનો વ્યક્તિ આ ગાંજાનો જથ્થો આપી ગયો હતો. અને તેને ઝૂંપડામાં સંતાડી રાખ્યો હતો. સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સુમંત કૈલાસપ્રસાદ સિન્હા (રહે.સુડા સેક્ટર-1, એપ્રલ પાર્ક, સચીન તથા મુળ પટના, બિહાર) ની સામે એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

વલસાડ-વડોદરા ઇન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂ સાથે મહિલા ઝડપાઈ
ભરૂચ: ભરૂચ રેલ્વે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પ્લેટફોર્મ નંબર-૧ ઉપર આવેલ વલસાડ-વડોદરા ઇન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેનના આગળના ભાગેથી ઉતરી એક મહિલા શંકાસ્પદ રીતે ઉતાવળે જઈ રહી હતી. પોલીસને શંકા જતા તેને અટકાવી હતી અને તેની પાસેના થેલામાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેનું નામ-ઠામ પૂછતા તેણીએ તેનું નામ થાવરી દિનેશ ડામોર તથા તે અંકલેશ્વરના અન્નપુર્ણા ચોકડી પાસે રહેતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધરમપુરમાંથી વરલી મટકાનો જુગાર રમાડતો યુવક ઝડપાયો
ધરમપુર : ધરમપુર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઉલસપીંડી, મૂળગામ ફળિયામાં રહેતો ઈસમ ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં વરલીમટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે સ્થળ પર પહોંચી રેઈડ કરતા વરલી મટકા રમાડતો ઈસમ મનોજ સાજન દગળા (ઉં.26) હોવાનું જણાવ્યું હતું. પોલીસને વરલીમટકાના જુગાર રમવાના આંકડા લખેલી કાપલીઓ મળી આવી હતી. પોલીસે તેની અટક કરી રોકડા 450 કબજે લઈ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top