નવી દિલ્લી: રશિયા-યુક્રેન યુદ્ધના (Russia-Ukraine war) કારણે ક્રૂડ ઓઈલના (Crued Oil) સપ્લાયને ભારે અસર થઈ છે. આ દરમિયાન આજે સતત ત્રીજી વાર પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel) ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ (Oil Company) આ અઠવાડિયામાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. રવિવારે પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 55 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. જો કે 22 માર્ચથી બંને ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. નવી કિંમત લાગુ થયા પછી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 99.11 રૂપિયા/લિટર અને ડીઝલ 90.42 રૂપિયા/લિટર મળી રહ્યું છે. અગાઉ 22, 23, 25 અને 26 માર્ચે 80-80 પૈસાનો વધારો થયો હતો.
પેટ્રોલ 3.70 રૂપિયા મોંઘુ થયું
ગયા વર્ષના નવેમ્બરથી આ વર્ષે 21 માર્ચ સુધી તો પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા હતા. તેનુ એક કારણ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે હોઇ શકે. આ રાજ્યોમાં ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ 22 માર્ચ 2022થી પેટ્રોલિયમ ઈંધણના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ત્યારથી માત્ર એક દિવસ છોડીને સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ રીતે પાંચ દિવસમાં પેટ્રોલ 3.70 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઇ ગયુ છે.
ડીઝલ 3.75 રૂપિયા મોંઘુ થયું
ગયા વર્ષે સપ્ટેમ્બર પછી પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં ઝડપથી વધગરા થઇ રહ્યો છે. વ્યવસાયના દૃષ્ટિકોણથી ડીઝલનું ઉત્પાદન પેટ્રોલ કરતાં મોંઘું છે. પરંતુ ભારતના ઓપન માર્કેટમાં પેટ્રોલ મોંઘુ અને ડીઝલ સસ્તુ વેચાય છે. આ વર્ષે 22 માર્ચથી પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધુ વધારો થયો છે. જેથી હાલ ડીઝલની કિંમત પાંચ રૂ. 3.75 મોંઘુ થયું છે.
પેટ્રોલ, ડીઝલને GST હેઠળ લાવવા જોઈએ
PHD ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રદીપ મુલતાનીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે અર્થતંત્ર માટે સારું રહેશે કે પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાથી ઘણી મદદ મળશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો દિવસેને દિવસે વધી રહી છે. હવે પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા પડશે.