આ સમાચાર સતત અપડેટ થઇ રહ્યા છે
ખાર્કીવ : યુક્રેનના ખાર્કીવમાં ભારતીય વિધાર્થીનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. રશિયા દ્વારા કરવામાં આવેલા બોમ્બ ધડાકામાં વિદ્યાર્થીનું મોત થયાની માહિતી મળી રહી છે.
કિવ: જાણકારોનાં મતે આજે રાત્રે યુક્રેન પર સૌથી મોટો હુમલા હોઈ શકે છે. કિવ રશિયન સૈનિકોથી ઘેરાયેલું છે. ગમે ત્યારે તેઓ કિવને પોતાના કબજામાં લઇ શકે છે. જે પ્રકારે ભારતીય દૂતાવાસે પણ પોતાના નાગરિકોને એલર્ટ કરી દીધા છે. અને કિવે પણ સ્પષ્ટ કર્યું છે કે લોકો બહાર જાય, નહી તો આગળની સ્થિતિ માટે રશિયા કે યુક્રેન કોઈ જવાબદાર થશે નહી.
કિવ: યુદ્ધ વચ્ચે કિવમાં પરિસ્થિતિ કથળી રહી છે. સતત હુમલાઓના પગલે સમગ્ર કિવ શહેર તબાહ થઇ ગયું છે. જો કે રશિયાના હુમલાઓ સતત ચાલી રહ્યા છે. યુદ્ધના છઠ્ઠા દિવસે રશિયાએ કિવની ખાનગી હોસ્પિટલને નિશાન બનાવી છે. રશિયા કિવની ખાનગીઓ હોસ્પિટલ પર હવાઈ હુમલો કરીને હોસ્પિટલને તબાહ કરી દીધી છે. હોસ્પિટલ પર હુમલાના પગલે દાખલ દર્દીઓમાં ભાગદોડ મચી જવા પામી છે. હાલમાં હુમલાના પગલે હોસ્પિટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ એક મેટરનીટી હોસ્પિટલ હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલાના પગલે બરબાદ થયેલી આ હોસ્પિટલની તસવીરો સામે આવી છે. આ સાથે કિવનાં તંત્રએ પણ આ હુમલામાં ઈમારતને ભારે નુકસાન થયાની પુષ્ટિ કરી છે.
રશિયાએ ખારકિવની એક સરકારી મિલકત પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલાનો ભયાનક વિડીયો સામે આવ્યો છે. જેમાં મિલકત પર રશિયા દ્વારા બોમ્બ ફેકાતા બિલ્ડિંગમાંથી ધુમાડે-ધુમાડે નીકળતા દેખાઈ રહ્યાં છે. આ ઉપરાંત ત્યાં ચાર રસ્તા પર ઉભેલી કાર પણ ફંગોળાઈ ગઈ હતી.
યુક્રેન: યુક્રેનમાં છટ્ઠા દિવસે પણ યુદ્ધ યથાવત છે. યુદ્ધના પગલે યુક્રેનનાં મોટા શહેરો વેરાન થઈ ગયા છે. શહેરો તબાહ થઇ જતા લોકો દેશ છોડી રહ્યા છે. અત્યાર સુધીમાં 5 લાખ લોકો યુક્રેન છોડીને જતા રહ્યા છે. યુક્રેન પર રશિયા દ્વારા સતત છઠ્ઠા દિવસે પણ હુમલા યથાવત રહ્યા છે.
રશિયન સેનાએ યુક્રેનનાં મિલેટ્રી બેસ પર મોટો હુમલો કર્યો છે. હુમલામાં યુક્રેનના 70 થી વધુ સૈનિકો મોતને ભેટ્યા છે. ઓખ્તિરકામાં સ્થિત લશ્કરી ઠેકાણાને તોપ વડે નિશાન બનાવવામાં આવ્યું હતું. ઓખ્તિરકા શહેર ખાર્કિવ અને કિવ વચ્ચે આવેલું છે. રશિયન સેના ઝડપથી કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે હવે રશિયા દ્વારા એક વિશાળ સેના કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાનો 40 માઈલ એટલે કે 64-કિલોમીટર લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે દિવસ પહેલા સૈન્યને કિવ પર હુમલા વધુ તીવ્ર બનાવવાનો આદેશ આપ્યો હતો. જો કે રાતની શાંતિ બાદ ફરી રશિયન સૈનાએ કિવ અને ખાર્કિવ પર બોમ્બમારો કર્યો હતો. કિવમાં અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.યુક્રેનના વિવિધ શહેરોમાં હવાઈ હુમલાનું એલર્ટ ચાલુ છે. વોલીન, ટેર્નોપિલ અને રિવને ઓબ્લાસ્ટમાં અવાજો સંભળાય છે. આવી સ્થિતિમાં લોકોને નજીકના આશ્રયસ્થાનોમાં જઈને પોતાને સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી છે.