મોસ્કો : રશિયા (russia)ના કઝાન શહેરની એક શાળામાં આજે સવારે એક બંદુકબાજે હુમલો (attack by gunman) કર્યો હતો, જે હુમલામાં ઓછામાં ઓછા નવ (9 kill) લોકો માર્યા ગયા છે – જેમાં આઠમા ધોરણના સાત વિદ્યાર્થીઓ (8 std students) અને એક શિક્ષક (teacher) તથા શાળાના એક કર્મચારીનો સમાવેશ થાય છે – જ્યારે અન્ય 21 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ (hospital)માં ખસેડવામાં આવ્યા છે.
રશિયન મીડિયા (russian media) આઉટલેટ્સ દ્વારા જારી કરવામાં આવેલા ફૂટેજ દર્શાવતા હતા કે કાળા અને સફેદ વસ્ત્રો પહેરેલા વિદ્યાર્થીઓ ઇમારતમાંથી ભાગી રહ્યા હતા. અન્ય એક વીડિયોમાં શાળાની બારીના તૂટેલા કાચ, બહાર નિકળતો ધુમાડો દેખાતો હતો અને ગોળીઓ છૂટવાના અવાજો (sound of firing) સંભળાતા હતા.
આ હુમલા પછી શાળાના દરવાજા પર એમ્બ્યુલન્સની લાઇન લાગી ગઇ હતી અને પોલીસે આ શાળાની બિલ્ડિંગને ઘેરી લીધી હતી. જ્યાં આ હુમલો થયો તે શાળા તાતારસ્તાન રિપબ્લિકના પાટનગર કઝાનમાં આવેલી છે. હુમલામાં ચાર છોકરાઓ અને ત્રણ છોકરીઓ માર્યા ગયા છે જેઓ તમામ આઠમા ધોરણમાં ભણતા હતા. એક શિક્ષક તથા શાળાના એક કર્મચારીનું પણ મૃત્યુ થયું છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 21 જણાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં 18 બાળકો છે જેમાંથી છની હાલત ગંભીર હોવાનું જણાવાય છે.
હુમલાખોરને પકડી લેવાયો છે. તાતારસ્તાનના ગવર્નર રૂસ્તમ મિન્નીખાનોવે કહ્યું હતું કે ત્રાસવાદી પકડાયો છે, તે 19 વર્ષનો છે. જો કે રશિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે હુમલાખોર આ જ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી (former student) છે, તે પોતાની જાતને ભગવાન ગણાવતો હોવાનું કહેવાય છે અને તેણે મેસેજીંગ એપ ટેલિગ્રામ પર તે દિવસે સવારે જ જણાવ્યું હતું કે તે ઘણા બધા જીવોને ઠાર મારશે.