રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે સાંજે ભારત આવ્યા છે. તેઓ પોતાના વિશેષ પ્લેન દ્વારા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા. પીએમ મોદીએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. એરપોર્ટ પર પુતિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પુતિનને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં પહોંચ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. પુતિન ચાર વર્ષ બાદ ભારત આવ્યા છે. પુતિનનું વિમાન લેન્ડ થાય તે પહેલાં જ પીએમ મોદી તેમના કાફલા સાથે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. રશિયન રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું.
પુતિને પીએમ મોદી માટે પ્રોટોકોલ તોડ્યો, એક જ કારમાં રવાના થયા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી મોદી માટે પ્રોટોકોલ તોડ્યો. પ્રધાનમંત્રીએ પુતિનને તેમની કારમાં સવારી કરવાની ઓફર કરી. પુતિને તરત જ પીએમ મોદીની ઓફર સ્વીકારી અને તે જ કારમાં તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના થયા.

પીએમ મોદીએ આજે સાંજે તેમના સન્માનમાં એક ખાનગી રાત્રિભોજનનું આયોજન કર્યું છે. પુતિન લગભગ 30 કલાક ભારતમાં રહેશે. પુતિનના ભારતમાં આગમન પહેલા ઘણા રશિયન મંત્રીઓ દિલ્હી પહોંચ્યા છે. તેમાં નાયબ વડા પ્રધાન ડેનિસ મન્ટુરોવ, સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુ અને કૃષિ પ્રધાન દિમિત્રી પેટ્રોવનો સમાવેશ થાય છે.