વોશિંગ્ટન: યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં યુક્રેન પર “પ્રક્રિયાગત મત” દરમિયાન ભારતે બુધવારે પ્રથમ વખત રશિયા (Russia) વિરુદ્ધ મતદાન (Voting) કર્યું હતું. મળતી માહિતી મુજબ 15-સભ્યની યુએન સિક્યુરિટી કાઉન્સિલે યુક્રેનના (Ukraine) રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીને આ સમય દરમિયાન વીડિયો-ટેલિકોન્ફરન્સ દ્વારા મીટિંગને (Meeting) સંબોધિત કરવા આમંત્રણ આપ્યું હતું. જણાવી દઈએ કે રશિયન સેનાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. ત્યારપછી ભારતે પ્રથમ વખત યુક્રેન માટે રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અત્યાર સુધી નવી દિલ્હી યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં યુક્રેનનો મામલો ટાળી રહી છે, જેનાથી અમેરિકા સહિતના પશ્ચિમી દેશો નારાજ છે. જણાવી દઈએ કે યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા આર્થિક સાથે અન્ય પ્રતિબંધો લગાવ્યા છે.
- નવી દિલ્હી યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં યુક્રેનનો મામલો ટાળી રહી છે, જેનાથી અમેરિકા સહિતના પશ્ચિમી દેશો નારાજ
- યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા આર્થિક સાથે અન્ય પ્રતિબંધો લગાવ્યા
- નવી દિલ્હીએ રશિયા અને યુક્રેનને મામલાને શાંત કરવા અને વાતચીતના માર્ગ પર નીવેળો લાવવા વારંવાર અપીલ કરી
જણાવી દઈએ કે ભારતે યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલાની નિંદા કરી નથી. નવી દિલ્હીએ રશિયા અને યુક્રેનને મામલાને શાંત કરવા અને વાતચીતના માર્ગ પર નીવેળો લાવવા વારંવાર અપીલ કરી છે અને બંને દેશો વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના તમામ રાજદ્વારી પ્રયાસોમાં સહકાર વ્યક્ત કર્યો છે. ભારત બે વર્ષ માટે UNSCનું અસ્થાયી સભ્ય છે. તેમનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થશે. મળતી માહિતી મુજબ યુક્રેનની આઝાદીની 31મી વર્ષગાંઠ પર છ મહિના સુધી ચાલેલા યુદ્ધની સમીક્ષા કરવા બુધવારે સુરક્ષા પરિષદે એક બેઠક યોજી હતી. મીટિંગ શરૂ થતાં, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત, વેસિલી એ. નેબેન્ઝિયાએ વિડિયો ટેલિ-કોન્ફરન્સ દ્વારા મીટિંગમાં ઝેલેન્સકીની ભાગીદારી અંગે પ્રક્રિયાગત મતની વિનંતી કરી હતી. આ પછી 13 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે રશિયાએ આ આમંત્રણની વિરૂદ્ધમાં મતદાન કર્યું અને ચીને મતદાન કર્યું ન હતું