World

રશિયાએ યુક્રેન પર કર્યો વર્ષનો સૌથી મોટો હુમલો, 110 મિસાઈલથી કર્યો અટેક, અનેકના મોતની આશંકા

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી ભીષણ યુદ્ધ (Russia-Ukraine War) ચાલી રહ્યું છે. દરમિયાન, યુક્રેનના અધિકારીઓએ માહિતી આપી છે કે રશિયન સેનાએ કિવમાં રહેણાંક ઇમારતોને મિસાઇલોથી (Missile) નિશાન બનાવી છે. જેમાં 12 નાગરિકોના મોત (Death) થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ (President) ઝેલેન્સકીએ શુક્રવારે કહ્યું કે, રશિયાએ વર્ષના સૌથી મોટા હુમલાઓમાંના એકમાં એક રાતમાં યુક્રેન પર લગભગ 110 મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા.

જ્યારે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ટેલિગ્રામ મેસેન્જર પર કહ્યું કે રશિયાએ તેના શસ્ત્રાગારમાં રહેલી દરેક વસ્તુ સાથે હુમલો કર્યો,” લગભગ 110 મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની મિસાઇલ તોડી પાડવામાં આવી હતી.

રશિયા દ્વારા આ વર્ષના સૌથી મોટા હુમલામાં ઘણા વધુ લોકો માર્યા જવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવાનું કામ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. હુમલા બાદ નજીકમાં પાર્ક કરાયેલા વાહનોને પણ ફોડવામાં આવ્યા હતા. વિસ્ફોટ એટલા ભયંકર હતા કે તેનો અવાજ આસપાસના અનેક શહેરોમાં સંભળાયો હતો.

એરફોર્સ કમાન્ડર માયકોલ ઓલેશ્ચુકે તેને ટેલિગ્રામ મેસેન્જર પર 2022 માં રશિયાના આક્રમણ પછીની સૌથી મોટી હવાઈ હુમલો ગણાવ્યો હતો. આર્મી ચીફ જનરલ વેલેરી ઝાલુઝનીએ કહ્યું કે હુમલામાં મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક અને લશ્કરી સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી હતી. રશિયા તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી.

વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ કિવના સાથીઓને સમર્થન વધારવા હાકલ કરી. આ સાથે તેણે કહ્યું કે આજે લાખો યુક્રેનિયન લોકો વિસ્ફોટોથી જાગી ગયા. હું ઈચ્છું છું કે યુક્રેનમાં થયેલા વિસ્ફોટોના અવાજો આખી દુનિયામાં સંભળાય. આ હુમલો વર્ષના અંતમાં એવા સમયે થયો છે જ્યારે રશિયા સાથે લગભગ બે વર્ષના યુદ્ધ બાદ પશ્ચિમ તરફથી ભવિષ્યમાં સૈન્ય અને નાણાકીય મદદ અંગે અનિશ્ચિતતા છે.

Most Popular

To Top