નવી દિલ્હી : રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) એક મોટી જાહેરાત કરી છે. પુતિને યુક્રેન સાથે 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ખરા અર્થમાં પુતિને આ ઓર્ડર ઓર્થોડોક્સ ક્રિસમસને ધ્યાનમાં રાખીને લીધો છે. હાલ આ ઓર્ડર રશિયાના ઓર્થોડોક્સ ચર્ચના વડા દ્વારા પુતિનને આ અંગે અપીલ કરવામાં આવી હતી. પુતિને તેમની આ અપીલ બાદ તરત જ આ મોટો નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
- પુતિને યુક્રેન સાથે 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી
- પુતિને તેમની આ અપીલ બાદ તરત જ આ મોટો નિર્ણય લીધો
- પુતિને આ ઓર્ડર ઓર્થોડોક્સ ક્રિસમસને ધ્યાનમાં રાખીને લીધો
યુક્રેન રશિયાના આ ગતિવિધિ હજુ પણ જારી છે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયન સૈનિકોએ યુક્રેન તરફથી ઘાતક હુમલાનો સામનો કરવો પડ્યો. પૂર્વ ડોનેત્સ્ક ક્ષેત્રમાં યુક્રેનના રોકેટ હુમલામાં માર્યા ગયેલા રશિયન સૈનિકોની સંખ્યા વધીને 89 થઈ ગઈ છે. તે જ સમયે રશિયાથી આવી રહેલા સમાચાર અનુસાર રશિયન સૈનિકો દ્વારા મોબાઇલ ફોનના ઉપયોગને કારણે યુક્રેનને તેમની હાજરીની જાણ થઈ અને તેણે રોકેટથી હુમલો કર્યો અને રશિયન સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા.
યુક્રેને 400 સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે
રશિયાના સંરક્ષણ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે હુમલામાં 63 સૈનિકો માર્યા ગયા છે. સેવેરીયુકોવે જણાવ્યું હતું કે ઈમરજન્સી કામદારોએ ઈમારતમાંથી કાટમાળ હટાવ્યા બાદ વધુ મૃતદેહો મળી આવતાં મૃત્યુઆંક વધીને 89 થઈ ગયો છે. આ હુમલામાં રેજિમેન્ટનો ડેપ્યુટી કમાન્ડર પણ માર્યો ગયો હતો. કેટલાક અન્ય અહેવાલોમાં મૃતકોની સંખ્યા વધુ હોવાનું કહેવાય છે પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી. યુક્રેનના સશસ્ત્ર દળોના વ્યૂહાત્મક સંચાર નિર્દેશાલયે રવિવારે દાવો કર્યો હતો કે મકીવકામાં એક વ્યાવસાયિક શાળાની ઇમારતમાં લગભગ 400 એકત્ર થયેલા રશિયન સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ 300 અન્ય ઘાયલ થયા હતા.
આ યુદ્ધવિરામ 6 અને 7 જાન્યુઆરીએ લાગુ થશે
ઉલ્લેખનીય છે કે હાલતો વ્લાદિમીર પુતિને યુક્રેનમાં બે દિવસીય યુદ્ધવિરામનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ પુતિને આવતીકાલથી બે દિવસીય યુદ્ધવિરામનો આદેશ આપ્યો છે. આ યુદ્ધવિરામ 6 અને 7 જાન્યુઆરીએ લાગુ થશે.