કીવ(kiv): રશિયા (Rassia) અને યુક્રેનમાં (Ukraine) સીઝફાયર બાદ પણ તણાવ (Stress) યથાવત છે. રશિયાની સેના જમીનની સાથે-સાથે સમુદ્રમાં પણ યુક્રેનની ઘેરાબંધી (Siege) કરી રહી છે. અનુમાન લગાડવામાં આવી રહ્યો છે કે, જો રાજદૂતોની વાતચીત પાટા પરથી ઊતરી જાય તો યુક્રેનની પૂર્વી બોર્ડર પર યુદ્ધ (Fight) શરૂ થઈ શકે છે. સંભવિત રશિયન હુમલાના સમાચારને જોતાં યુક્રેનની આમ જનતાએ પણ રશિયા સામે લડી લેવા કમર કસી લીધી છે. આમ નાગરિકો પોતાની મરજીથી સેના સાથે મળીને કોઈ પણ ખતરાનો સામનો કરવા માટે નકલી બંદૂકોથી (Gun)સૈન્ય-પ્રક્ટિસ કરી રહ્યા છે.
- યુક્રેનની આમ જનતાએ પણ રશિયા સામે લડી લેવા કમર કસી લીધી
- સૈન્ય-અભ્યાસમાં લોકોની ભાગીદારી વધારવા માટે હોર્ડિંગ્સ લગાવ્યા
- લોકોને હુમલો કરવાની ગોરીલા ટેક્નિક અને બંદૂક ચલાવવાની મૂળ બાબતો અંગે જાણકારી આપવામાં આવી રહી છે
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુક્રેનનાં કેટલાંય શહેરોમાં પ્રાદેશિક રક્ષા દળોએ સૈન્ય-અભ્યાસમાં લોકોની ભાગીદારી વધારવા માટે હોર્ડિંગ્સ લગાવ્યા છે. આ હોર્ડિંગ્સ પર લખવામાં આવ્યું છે કે, ” જાણો, આજે તમારા ઘરની રક્ષા કેવી રીતે કરશો.”
વર્ષ 2014માં રશિયાના ક્રીમિયા પર કબજા બાદ યુક્રેનમાં પ્રાદેશિક રક્ષા દળોની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રેક્ટિસમાં આમ લોકોને હુમલો કરવાની ગોરીલા ટેક્નિક અને બંદૂક ચલાવવાની મૂળ બાબતો અંગે જાણકારી આપવામાં આવી રહી છે.