World

જમીન પર યુદ્ધ, સ્પેસમાં ભાઈચારો: રશિયન અંતરિક્ષયાત્રીઓ યુક્રેનના રાષ્ટ્રીય ધ્વજના રંગમાં દેખાયા

રશિયા અને યુક્રેન (Russia and Ukraine) વચ્ચે યુદ્ધ હજુ પણ યથાવત છે. આવા સમયે રશિયન અંતરિક્ષયાત્રીઓ (Astronauts) સ્પેસમાં (Space) યુક્રેનના રાષ્ટ્રીય ધ્વજના (Flag) રંગના જ સુટ પહેરીને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. જે પીળા અને ભૂરા (Yellow and Blue) રંગના છે. રશિયન અવકાશયાત્રીઓના સ્પેસ યુનિફોર્મનો આ રંગ (Color) નથી. ત્યારે હવે ચર્ચા એ છે કે જમીન પર જે લોકો સામસામે યુદ્ધ કરી રહ્યાં છે તે સ્પેસમાં ભાઈચારો બતાવી રહ્યા છે.

શુક્રવારે રશિયાના ત્રણ અંતરિક્ષયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા છે. સ્પેસ સ્ટેશન પર પહેલાથી હાજર યુએસ, રશિયન અને જર્મન અવકાશયાત્રીઓ તેઓને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ત્રણે રશિયાન અંતરિક્ષયાત્રીઓ પીળા અને ભૂરા રંગના સ્પેસ સુટમાં આવ્યા હતા જે રંગો યુક્રેનના રાષ્ટ્રીય ધ્વજના છે. આ અંતરિક્ષયાત્રીઓ યુક્રેન રશિયાના યુદ્ધ થયાના એક મહિનાની અંદર જ ત્યાં પહોંચ્યા હતા અને તેમના આવા પેરવેશને જોઈ ત્યાં હાજર અવકાશયાત્રીઓ હેરાન રહી ગયા હતા.

રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના અવકાશયાત્રીઓ ઓલેગ આર્ટેમિયેવ, ડેનિસ માત્વેયેવ અને સેર્ગેઈ કોર્સકોવ શુક્રવારે કઝાકિસ્તાનના બાયકોનુર લાન્સ સ્ટેશનથી સોયુઝ એમએસ-21 રોકેટથી સ્પેસ સ્ટેશન તરફ આવ્યા હતા.આ રશિયન અવકાશયાત્રીઓનું કેપ્સ્યુલ ત્રણ કલાકની મુસાફરી કર્યા પછી સ્પેસ સ્ટેશન પહોંચી ગયું હતું. ત્યાં તેઓનું સ્પેસ સ્ટેશન પર પહેલાથી જ હાજર બે રશિયન, ચાર અમેરિકન અને એક જર્મન અવકાશયાત્રીએ સ્વાગત કર્યું હતું. રશિયન અવકાશયાત્રી ઓલેગ આર્ટેમિયેવનો એક વીડિયો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં કેપ્સ્યુલ ડોક થયા પહેલા તેઓ પીળા અને ભૂરા સુટમાં સ્વિમિંગ કરી રહ્યા હતા.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શા માટે રશિયન સરકાર અને અવકાશ એજન્સીએ આ અવકાશયાત્રીઓને પીળા-વાદળી સ્પેસ સુટમાં મોકલ્યા. જ્યારે અવકાશયાત્રીઓને તેમના સ્પેસ યુનિફોર્મ વિશે પૂછવામાં આવ્યું તો બધાએ કહ્યું કે તેઓએ સ્પેસ સુટપસંદ કરવાની સ્વતંત્રતા હતી એટલે તેઓએ તેમની પસંદથી આ રંગને પસંદ કર્યો છે. તેઓએ ઉમેર્યું કે તેમની પાસે ઘણી પીળા રંગની વસ્તુઓ હતી અને તેનો ઉપયોગ કરવો જરૂરી હતો. રશિયા-યુક્રેન યુદ્ધને લઈને યુક્રેન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે ઘણી સંસ્થાઓ, દેશો, સમુદાયો અને લોકોએ યુક્રેનના ધ્વજ અથવા તેમાના પીળા-ભૂરા રંગનો ઉપયોગ કર્યો છે. પરંતુ સ્પેસ સ્ટેશન પર આવું પહેલીવાર જોવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે દિમિત્રીએ સ્પેસ સ્ટેશનને ભારત અને ચીન પર પડવા દેવાની વાત કરી હતી. આ સાથે તેમણે યુરોપિયન યુનિયનના રોકેટ લોન્ચિંગને રોકવાની વાત કરી હતી. આ પછી યુરોપિયન સ્પેસ સ્ટેશને પણ 8000 કરોડથી વધુના મંગળ મિશનમાંથી રશિયાને બાકાત રાખ્યું છે. આ ત્રણે અંતરિક્ષયાત્રીઓમાંથી સોયુઝ કેપ્સ્યુલ દ્વારા સ્પેસ સ્ટેશનથી 30 માર્ચે પૃથ્વી પર પાછા ફરશે. જેમાં બે રશિયન અવકાશયાત્રી અને એક અમેરિકન અવકાશયાત્રી માર્ક વાંડે છે. માર્કે તાજેતરમાં અવકાશમાં સતત 340 દિવસ વિતાવવાનો અમેરિકન રેકોર્ડ તોડ્યો હતો.

Most Popular

To Top