World

જંગ ફરી થઇ શરૂ : રશિયાના બદલાયા તેવર યુક્રેનના આ વિસ્તારમાં છોડી મિસાઈલ્સ…

યુક્રેન : છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું હતું કે રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધનો (war) અંત આવી ગયો છે. પણ રશિયાએ ફરી એકવાર આક્રમક વલણ દાખવીને યુક્રેનની શાંતિમાં ભંગ નાખ્યો છે. રૂસે ફરીથી યુક્રેનના શાંત વિસ્તારોમાં મિસાઈલના હુમલા (Missile Attacks) શરુ કરી દીધા છે. યુક્રેનના ઓડેસા વિસ્તારમાં રશિયાએ મિસાઈલ છોડી છે. આ ઉપરાંત યુક્રેનના અન્ય કેટલાક શહેરોમાં પણ એક પછી એક હુમલા થયા છે. રશિયાનું આવું આક્રમક વલણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે તેને ખેરસોન વિસ્તારમાંથી તેની સેનાએ પછી ફરી રહી હતી.જેથી ખેરસોનની આઝાદીને લઇ ત્યાંના સ્થનિકો ખુશ થઇને જશ્ન માનવી રહ્યા હતા.બીજી તરફ G20 સમિટ દરમિયાન જ આક્રમક વલણ જોવા મળ્યું છે.

  • ખેરસોનની આઝાદીને લઇ ત્યાંના સ્થનિકો ખુશ થઇને જશ્ન માનવી રહ્યા હતા
  • રશિયાએ ફરી એકવાર આક્રમક વલણ દાખવીને યુક્રેનની શાંતિમાં ભંગ નાખ્યો

ઓડેસામાં રુસી હુમલાનો શું મતલબ નીકળે છે ?
ઓડેસાના ગવર્નર મેક્સીમ માર્શેન્કોએ આ વાતને લઇ ટિપ્પણી કરી હતી કે,રુસ સતત મિસાઈલ હુમલા કરી રહ્યું છે. વધુમાં તેમણે જ્બવ્યું હતું કે રુસ આવનાર સમયમાં પણ મોટા હુમલાઓ કરશે તેવી શંકાઓ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ઓડેસામાં છેલ્લા કેટલાય મહિનાઓથી શાંતિ બની રહી હતી.અને હવે અચાનક રૂસે યુક્રેનના અલગ અલગ વિસ્તારોને નિશાન બનવી રહ્યું છે.જોકે આ હુમલાની રણનીતિ હજી સપશષ્ટ થઇ શકી નથી.

વૈશ્વિક વિરોધ બાદ પણ પુતિન આક્રમક બની રહ્યા છે
હાલ જી-20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ઘણા દેશોથી ઘેરાયેલા હતા.આ પહેલા પુતિને જી-20માં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. ભારતે ચોક્કસપણે આ સમગ્ર મામલે તટસ્થ વલણ જાળવી રાખ્યું હતું. પરંતુ અમેરિકાથી લઈને બ્રિટન સુધી આ તમામ દેશોએ પુતિનને આર્થિક મંદી, મોંઘવારી જેવા મુદ્દાઓ માટે જવાબદાર ઠેરવ્યા હતા. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે રશિયાએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવું જોઈએ. પરંતુ આની પુતિન પર કોઈ અસર થઈ નથી. તેનાથી વિરુદ્ધ રશિયા યુક્રેનના તે વિસ્તારો પર પણ આક્રમક હુમલો કરી રહ્યું છે જે ઘણા અઠવાડિયાથી શાંત હતા.

Most Popular

To Top