નવી દિલ્હી: યુક્રેન રશિયા (Russia-Ukrain) વચ્ચે શરૂ થયેલું યુદ્ધ (War) જાણે મોટું સ્વરૂપ ઘારણ કરવા જઈ રહ્યું હોય તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. શનિવારે રશિયાએ યુક્રેનમાં રોમાનિયાની સરહદથી માત્ર ૬૦૦ ફૂટના અંતરે એક હુમલો (Attack) કર્યો હતો. ત્યારે મોડી રાત્રિએ યુક્રેને મોસ્કો પર મોટો હુમલો કર્યો હતો. યુક્રેનના સૈન્ય ડ્રોને મોસ્કોમાં બે ઈમારતોને નિશાન બનાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
મોસ્કોના મેયરે જણાવ્યું કે આ હુમલો રાત્રે કરવામાં આવ્યો હતો જેમાં ઈમારતોને નુકસાન થયું હતું. આ હુમલા બાદ રશિયાએ મોસ્કોનું વનુકોવો એરપોર્ટ બંધ કરી દીધું છે અને અહીંથી આવતી ફ્લાઈટ્સને રીડાયરેક્ટ કરવામાં આવી છે. યુક્રેનિયન સરહદથી લગભગ 500 કિમી (310 માઇલ) દૂર સ્થિત મોસ્કો અને તેની આસપાસના પ્રદેશને રશિયા યુક્રેન વોર દરમિયાન ભાગ્યે જ ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે.
રશિયાએ યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ હુમલા પછી અમેરિકા પર આરોપ લગાવ્યો
રશિયાએ યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ હુમલા પછી અમેરિકા પર આરોપ લગાવ્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે નાટો સહયોગી દેશો અને અમેરિકાની મદદ વગર આવા હુમલા શક્ય નથી. યુએસ અને નાટો સહયોગી દેશો કિવ શાસનને મદદ કરી રહ્યા છે. શુક્રવારે રશિયાએ કહ્યું કે તેણે યુક્રેનની સરહદે દક્ષિણ રોસ્ટોવ ક્ષેત્રમાં બે યુક્રેનિયન મિસાઇલોને અટકાવી છે. જેમાં ટાગનરોગ શહેર પર કાટમાળ પડવાથી લગભગ 16 લોકો ઘાયલ થયા હતા.
રશિયા નાટો ગઠબંધનની તદ્દન નજીક આવી ગયું
પુતિને શુક્રવારે પિટ્સબર્ગમાં આફ્રિકન નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પછી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આફ્રિકન પહેલ યુક્રેનમાં શાંતિનો આધાર બની શકે છે. પરંતુ યુક્રેનિયન આક્રમણ સમસ્યાને જટિલ બનાવી રહ્યું છે. યુક્રેનમાં હુમલા કરતા સમયે રશિયા આ વખતે નાટો ગઠબંધનની તદ્દન નજીક આવી ગયું છે અને તેના કારણે વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે શક્તિના સામ સામા પ્રદર્શનનો ભય સર્જાયો છે જેને એક સમયે અમેરિકી પ્રમુખ જો બાઇડને ત્રીજા વિશ્વ યુદ્ધ તરીકે ગણાવ્યું હતું.
એક ભૂરાજકીય વ્યુહરચનાકાર આલ્પ સેવિમ્લીસોલીએ કહ્યું હતું કે આ નાટોને એક ગંભીર ધમકી છે. રશિયા પોતાની આંતરિક નબળાઇને છૂપાવવા માટે આમ કરી રહ્યું છે. મેલિન્ડા હેરિંગ, કે જેઓ એટલાન્ટિક કાઉન્સિલ થિંક ટેંકના સિનિયર ફેલો છે તેઓ માને છે કે જયારે પુટિનના મિસાઇલો ઇયુ અને નાટો દેશોની વધુ અને વધુ નજીક આવી રહ્યા છે. ગયા વર્ષે પોલેન્ડની નજીક રશિયાએ હુમલો કર્યો હતો જેમાં બે ખેડૂતો માર્યા ગયા હતા જેના કારણે પણ ત્રીજા વિશ્વ યુદ્ધના સંજોગોનો ભય ઉભો થયો હતો.