World

રશિયાએ નાટો સરહદ નજીક 16 બોમ્બર તૈનાત કર્યા

નવી દિલ્હી: રશિયા યુક્રેન યુદ્ધનો અંત આવ્યો નથી ત્યારે જાણકારી મુજબ રશિયાના (Russia) રાષ્ટ્રપતિ પુતિન એવું પગલું લેવા જઈ રહ્યાં છે જેનાં કારણે નાટો (NATO) દેશની મુશ્કેલીઓ વધી શકે છે. એક સેટેલાઈટ ઈમેજ સામે આવી છે જેમાં રશિયાએ નાટો દેશોની સરહદની નજીક પોતાના 16 બોમ્બર તૈનાત કર્યા છે. રશિયાના ક્રેમલિન પર હુમલો થયો હતો ત્યારે જ રશિયાએ કહ્યું હતું કે તેને જ્યારે પણ મોકો મળશે તે આને બદલો લેશે. ક્રેમલિન પર હુમલા પછી રશિયાએ યુક્રેનનાં ધણાં શહેરો પર ડ્રોનથી હુમલાં કર્યા હતા. ક્રેમલિન પરના હુમલા પછી રશિયાએ યુક્રેનના આર્મ્સ ડેપોને નષ્ટ કરી દીધો હતો. રશિયાના આ હુમલામાં 500 મિલિયન બોમ્બથી ભરેલા યુક્રેનનો આર્મ્સ ડેપો નષ્ટ થઈ ગયો છે.

એક મિલિટ્રી મેગેઝિનનાં રિપોર્ટ અનુસાર રશિયાએ ઓગસ્ટ 2022માં ચાર Tu-160 બોમ્બર અને ઓક્ટોબરમાં 10થી વધુ Tu-95 બોમ્બર તૈનાત કર્યા હતા. આ સિવાય Tu-160 એરક્રાફ્ટ પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે. બે Tu-160s દક્ષિણની બાજુએ છે જ્યારે 14 Tu-95s મોટા એરક્રાફ્ટ સાથે જયારે Tu-22M એરક્રાફ્ટ એરબેઝના ઉત્તર-પશ્ચિમ ભાગમાં પાર્કિંગ એરિયામાં તૈનાત છે. યુરોપના નિષ્ણાંતોના મતે રશિયા ઉત્તરમાં આવા ભારે બોમ્બર્સ તૈનાત કરીને મોટો સંકેત આપવા માંગે છે. આ બોમ્બર્સ જે હવે આર્કટિક સર્કલની અંદર તૈનાત છે તે અગાઉ સારાટોવ શહેર નજીક એંગલ્સ ખાતે આધારિત હતા.

રશિયાએ કહ્યું કે બ્રિટનની આ મદદથી યુદ્ધનું વલણ બદલાવાનું નથી
ત્યારે આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સોમવારે ઋષિ સુનકને મળવા બ્રિટન પહોંચ્યા. બંનેએ યુકેના 16મી સદીમાં બનેલા ઘરમાં બકિંગહામશાયરમાં યુક્રેનને સૈન્ય અને આર્થિક સહાય અંગે ચર્ચા કરી હતી. જાણકારી મળ્યા મુજબ બ્રિટન યુક્રેનને યુદ્ધમાં રશિયાનો સામનો કરવા માટે 100 એર ડિફેન્સ મિસાઇલો અને એટેક માટે લાંબા રેન્જ વાળા ડ્રોન આપશે. ઝેલેન્સકીએ બ્રિટનના લોકોનો તેમની મદદ માટે ખૂબ આભાર માન્યો હતો. રશિયાએ કહ્યું કે બ્રિટનની આ મદદથી યુદ્ધનું વલણ બદલાવાનું નથી.

યુક્રેનને વધુ મદદ આપવા બ્રિટનની સંરક્ષણ પસંદગી સમિતિએ વિરોધ કર્યો
યુક્રેનને વધુ મદદ આપવા બ્રિટનની સંરક્ષણ પસંદગી સમિતિએ વિરોધ કર્યો છે. સમિતિએ કહ્યું કે જો તેઓ યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખશે તો તેઓનો શસ્ત્રોનો ભંડાર બચશે નહીં. સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ટોબિઆસ એલવુડે કહ્યું કે એકલું બ્રિટન યુક્રેનને મદદ કરી શકે નહીં. આ માટે નાટોના તમામ દેશોએ સાથે આવવું પડશે. તેમણે કહ્યું આ નાટોનું મિશન હોવું જોઈએ. બ્રિટન હંમેશા યુક્રેનને શસ્ત્રો ભેટ આપી શકે નહીં. તેણે પોતાની સૈન્ય ક્ષમતા વધારવી પડશે.

Most Popular

To Top