નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચેના યુદ્ધનો (War) અંત આવ્યો નથી. ત્યારે હવે યુક્રેને રશિયા પર આરોપ લગાવ્યો છે કે તેણે એક ખાસ ડેમ પર બોમ્બમારો (Bombblast) કર્યો છે જેના કારણે યુક્રેન પર હવે પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. આ બોમ્બમારા પછી નીપર નદીના કિનારે વસતા લોકોને તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર (Flood) આવવાની ચેતવણી આપવામાં આવી છે તેમજ આ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાના આદેશ પણ આપવામાં આવ્યાં છે. યુક્રેનના ગૃહ મંત્રાલયે નીપર નદીની જમણા કાંઠે આવેલા 10 ગામોમાં વસવાટ કરતા લોકોને સાવચેત કર્યા છે અને કહ્યું છે કે કોઈ પણ અફવાઓમાં તેઓ ન આવે. નીચાણવાળા વિસ્તારમાં તેમજ જે વિસ્તારમાં પૂરની ભીંતી સેવાઈ રહી છે તે વિસ્તારના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા માટેના પણ આદેશ આપવામાં આવ્યાં છે.
- રશિયાએ યુક્રેન પર કરેલા બોમ્બમારા પછી યુક્રેન પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે
- યુક્રેનના ગૃહ મંત્રાલયે નીપર નદીની જમણા કાંઠે આવેલા 10 ગામોમાં વસવાટ કરતા લોકોને સાવચેત કર્યા
ખેરસન પ્રાદેશિક સૈન્ય વહીવટના વડા ઓલેક્ઝાન્ડર પ્રોકુડિને સવારે 7 વાગ્યાની આસપાસ ટેલિગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેનની નીપર નદીના પૂલ પર બોમ્બથી હુમલો કર્યો છે જેનાં કારણે 5 કલાકમાં પાણી ખતરનાક સ્તરે પહોંચી જશે.
સોમવારે જાણકારી સામે આવી હતી કે રશિયાએ ડોનેત્સ્ક વિસ્તારમાં યુક્રેનના મોટા હુમલાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. રશિયન સૈન્યએ કહ્યું કે તેઓએ 250 યુક્રેનિયન સૈનિકોને મારી નાંખ્યા છે અને 16 ટેન્ક અને ઘણા સૈન્ય વાહનોનો નાશ કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે સોમવારે ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું કે 4 જૂને દુશ્મન દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને સફળતા મળી ન હતી.