નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધ (War) હજું પણ સમાપ્ત થયું નથી. મળતી માહિતી મુજબ રશિયાએ ફરીવાર યુક્રેન ઉપર હુમલો કર્યો છે. ખતરનાક મિસાઈલો, રોકેટ અને હવાઈ હુમલાઓના કારણે યુક્રેનના ઘણાં શહેરો તબાહ થઈ ગયા છે. થોડાં સમય પહેલા યુક્રેનના દબદબાના કારણે રશિયાના રાષ્ટ્રપતિ ગુસ્સે ભરાયા હતાં. જેના કારણસર આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી જાણકારી મળી આવી છે. આ હુમલા પછી ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. યુક્રેનને રશિયા તરફથી આટલો મોટો હુમલો કરવામાં આવશે તેવી કોઈ આશ ન હતી.
- યુક્રેનને રશિયા તરફથી આટલો મોટો હુમલો કરવામાં આવશે તેવી કોઈ આશ ન હતી
- ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ ખરેખર ડોનબાસ પ્રદેશના અન્ય એક શહેર બખ્મુતને તબાહ કરી નાખ્યો
આ ઘાતકી રશિયન હુમલા પછી, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના બખ્મુત શહેરને સમગ્ર રીતે તબાહ કરી દીધું છે. યુક્રેનિયન સૈન્યએ શનિવારે જાણકારી આપતા કહ્યું હતું કે રશિયાએ દેશના કેટલાક ભાગો પર મિસાઇલ, રોકેટ અને હવાઈ હુમલા કર્યા છે. વઘારામાં તેઓએ જાણકારી આપી હતી કે સાડા નવ મહિનાના યુદ્ધમાં રશિયાનું ધ્યાન હવે યુક્રેનના ચાર પ્રાંત તરફ ગયું છે, જેનો દાવો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને સપ્ટેમ્બરમાં કર્યો હતો.
ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે પૂર્વીય યુક્રેનના ડનિટ્સ્ક અને લુહાન્સ્ક પ્રાંતોમાં કેટલાક ફ્રન્ટ-લાઇન શહેરોમાં પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી. આ પ્રાંતો એકસાથે ડોનબાસ પ્રદેશ હેઠળ આવે છે, જે રશિયન ફેડરેશનની સરહદે આવેલો ઔદ્યોગિક પ્રદેશ છે. યુદ્ધની શરૂઆતથી જ પુતિનનું ધ્યાન તે પ્રદેશ પર છે. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ ખરેખર ડોનબાસ પ્રદેશના અન્ય એક શહેર બખ્મુતને તબાહ કરી નાખ્યો છે.
યુક્રેનિયન લશ્કરી જનરલે શુક્રવાર અને શનિવાર વચ્ચે રશિયા દ્વારા 20 હવાઈ હુમલા અને 60 થી વધુ રોકેટ હુમલા અને મિસાઈલ હુમલા થયા હોવાની જાણ કરી હતી.