National

7 ઓક્ટોબર પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યા થશે? કયા કારણોથી થયો આવો દાવો

નવી દિલ્હી : દુનિયાનો શક્તિ શાળી દેશ પૈકીનો એક દેશ રશિયા (Russia) છે. આ દેશ રશિયાના રાષ્ટ્રપતિ (President) વ્લાદિમીર પુતિન (Vladimir Putin) વિશે આજકાલ ત્રણ અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. આ તમામ પુતિનના મોતનો જ ઉલ્લેખ કરે છે. શા માટે આવા આ દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે એક રહસ્ય જ છે પણ આ દવા પાછળનું તર્ક એ છે કે 7 ઓક્ટોબરે પુતિનનો જન્મદિવસ છે.અને 7 તારીખે જ તેની હત્યા (murder) કરી દેવાશે જોકે આ પહેલા પણ આવા અનેક દાવા થઈ ચૂક્યા છે. સવાલ એ થાય છે કે, આની પાછળનું સત્ય શું છે? પુતિનની હત્યા કરવાનો દાવો કોણે અને કેમ કર્યો? કોણ પુતિનને મારવા માંગે છે? રશિયન સરકાર શું કહે છે? ચાલો સમજીએ…

પહેલા જાણીશું શું છે આ દાવાઓ?
અનેક દવાઓ પૈકી સૌથી પહેલા તો પુતિનની તબિયત વિશેના ગંભીર સમાચારો વહેતા થયા હતા તેઓના બીમાર હોવાના સમાચાર પણ ભૂતકાળના અનેક વાર આવ્યા હતા. અમેરિકાના એક રિપોર્ટ મુજબ પુતિનને કેન્સર અને પાર્કિન્સન્સ જેવી ગંભીર બીમારીઓ છે. આ કારણે તેને ખૂબ જ દર્દ થાય છે અને તેઓને ઘણી વાતો ભૂલી જવાની પણ સમસ્યા છે.એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પુતિનને કેન્સરને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગી છે. તે કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.અન્ય એક રિપોર્ટ મુજબ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વ્લાદિમીર પુતિન ઘરમાં દાદર ઉપરથી નીચે પડી ગયા હતા.

71માં જન્મદિવસે જ તેમની હત્યા કરી દેવામાં આવશે
ત્રીજો દાવો રશિયાની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા લ્યા પોનોમારેવે કર્યો છે. પોનોમેરેવ આજકાલ યુક્રેનમાં રહે છે. પોનોમારેવે દાવો કર્યો છે કે આ વર્ષે 7 ઓક્ટોબર પહેલા રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરી દેવામાં આવશે. તે તેમનું ખૂન થશે પોનોમારેવે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પુતિન પોતાનો 71મો જન્મદિવસ ઉજવી શકશે નહીં. પોનોમેરેવે કહ્યું કે, “હું તેમને (પુતિનને) નેધરલેન્ડ્સના હેગમાં મળવા માંગુ છું પરંતુ એવું લાગે છે કે હવે તે શક્ય નથી. આ બેઠક નહીં થાય.

કોણ છે લ્યા પોનોમેરેવ, જેને પુતિનની હત્યાનો ડર હતો?
વ્લાદિમીર પુતિનની હત્યા થઈ શકે છે તેવી આશંકા ધરાવતા લ્યા પોનોમેરેવ રશિયન સંસદની સભ્ય છે. તેઓ રશિયાની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા છે. પોનોમેરેવને પુતિનના મોટા ટીકાકાર માનવામાં આવે છે. તે ખુલ્લેઆમ પુતિન સરકારની નીતિઓ વિરુદ્ધ બોલે છે. 2014માં જ્યારે રશિયાએ યુક્રેનની ક્રિમિયા પર આક્રમણ કર્યું ત્યારે પોનોમારેવે તેનો વિરોધ કર્યો હતો. પોનોમારેવ એકમાત્ર સાંસદ હતા.

પુતિનના નજીકના અને દુશ્મનોને સતત મારવામાં આવી રહ્યા છે
પુતિનની હત્યાની શક્યતા એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે છેલ્લા એક વર્ષમાં રશિયાના ઘણા ઉદ્યોગપતિઓ અને નેતાઓની હત્યા કે હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમાંથી કેટલાક રાષ્ટ્રપતિ પુટિનના નજીકના હતા, તો કેટલાક દુશ્મન અને આલોચક હતા. છેલ્લા 20 દિવસમાં ભારતમાં જ ત્રણ રશિયન નાગરિકોના મોત થયા છે. એમાંનો એક ધારાશાસ્ત્રી પુતિનની ટીકા કરતો હતો.જ્યારે બીજો ઉદ્યોગપતિ હતો. એક સિનિયર એન્જિનિયરનું પણ શંકાસ્પદ રીતે મોત થયું છે.

Most Popular

To Top