અમદાવાદ: રશિયા (Russia) ખાતે રમાયેલી વર્લ્ડ રશબેન્ડી અન્ડર 17 (Rushbandy Under 17) ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમેં પ્રથમ વખત ભાગ લઈ ગોલ્ડ મેળવી દેશનું નામ રોશન કર્યું છે. રશિયા સામેની આઇસ હોકી (Ice hockey) સ્પર્ધામાં પેનલ્ટી શુટ આઉટમા ભારતીય ટીમનો વિજય થયો હતો. ભારત વતી રમતા ભુજના સયાન સિકંદર ખલીફા તથા અંકિત કુમારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં યોગદાન આપ્યું હતું. ધો. 11માં અભ્યાસ કરતા સયાને થોડા સમય અગાઉ ગોવા ખાતે ગુજરાતની ટીમમા પણ ભાગ લીધો હતો. રશિયા ખાતે રમાયેલી મેચમાં સયાને 4 ગોલ કર્યા હતા.
વિશાલ સોલંકી (કોચ, ભારતીય આઇસ હોકી) એ જણાવ્યું હતું કે રશિયા દ્વારા પહેલી વાર ભારત ને આઇસ હોકી સ્પર્ધા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ બન્ને દેશો એટલે કે ભારત અને રશિયા વચ્ચે પહેલીવાર આ સ્પર્ધા યોજાય હતી. ભારત ની બે ટીમ ના 14 ખેલાડીઓ આ રમત માટે વધુ ઉત્સાહી હતા. આઇસ હોકી સ્પર્ધા વિશ્વની ર નંબર ની પોપ્યુલર રમત છે. જેમાં ભારત પહેલીવાર ભાગ લેવા ગયું હતું. આ ટીમમાં ગુજરાત, હરિયાણા, અને પંજાબ ના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
વધુમાં જણાવ્યું હતું કે આ એક ગોલ્ડન વિજય કહેવાય છે. એટલું જ નહીં પણ આ સ્પર્ધા માં ભાગ લીધા બાદ અનેક અનુભવ અને શીખ મળી છે. શોર્ટ અને ડિફેન્સ બાબતે ખેલાડીઓ એ ઘણું શીખ્યા હોય એમ કહી શકાય છે. ભારતમાં આ રમત ને પ્રોત્સાહન મળે એવી રીતે રશિયાના ખેલાડી અને કોચ દ્વારા સહકાર અને શીખ મેળવી ટિમ ભારત પરત ફરી છે.
વિશાલ સોલંકી (કોચ, ભારતીય આઇસ હોકી) એ જણાવ્યું હતું કે સ્પર્ધા ખૂબ જ સ્પર્ધાત્મક હતી. બન્ને ટીમોએ 14-14 ગોલ કર્યા બાદ ટાઈમ પુરો થતા પેનલ્ટી શુટાઉટમા ભારતીય ટીમે ગોલ કરી વિજય મેળવ્યો હતો. કોચ દર્શનસિંહ વાઘેલાએ તેને તાલીમ આપી હતી. 2025મા ચીન ખાતે યોજાનારી એશિયાઈ વિન્ટર ગેમ્સમા પણ ભારતીય ટીમ વતી રમવાનું આ સયાનું સ્વપ્ન છે. ઉલ્લેખનીય છે કે, બેન્ડી આઈસ હોકી જેવી જ રમત ને ભારતમાં પ્રોત્સાહન મળે અને વધુ પોપ્યુલર બને એવી આશા છે.