ટેરિફ નામના ઘાસચારાને ખાઈ-ખાઈને અમેરિકન પ્રમુખ ભૂરાંટા થતા જાય છે. સત્તાનાં સૂત્રો સંભાળતાં વેંત જ એમણે દુનિયાના દેશોના અમેરિકામાં આયાત થતા માલ-સામાન ઉપર આડેધડ ટેરિફ ઝીંકવાનું શરૂ કર્યું છે. એમાંયે ભારત સાથે સારી મૈત્રી અદા કરનાર ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી વધુ ટેરિફ ઝીંકવાનું શરૂ કર્યું છે. કેટલાક દિવસો પછી એ ટેરિફ 50 ટકા જેટલી કરવા ટ્રમ્પ જઇ રહ્યા છે. બ્રાઝિલ પણ એમની લપેટમાં આવી ગયું છે. એટલે તો બ્રાઝિલના પ્રમુખે, ભારતના વડા પ્રધાન, મોદીજીને હમણાં જ ફોન કર્યો હતો. ટ્રમ્પનો ટેરિફ પગલાંને કારણે, હવે ભારતને રશિયા અને ચીન સાથે ગાઢ સંબંધો બાંધવાનું મન થઇ રહ્યું છે.
એશિયાના આ ત્રણ દેશો, જો એકમત થાય તો અમેરિકાનું વર્ચસ્વ ઝાંખું પડી શકે છે. રશિયા અને ચીન સમાન વિચારધારાઓના દેશો છે. પણ ભારત લોકશાહી દેશ હોવાથી એમે ચીન સાથેના સંબંધોમાં સાવધાની રાખવી જરૂરી બની શકે છે. ચીન, ભારત સાથે કયારેય વિશ્વાસપાત્ર દેશ રહ્યો નથી.એ દગાખોર દેશ છે. એટલે ભારતે આ ત્રણ દેશોના ત્રિકોણથી ખૂબ જ સાવધ રહેવું પડે એવું અમને લાગે છે. બાકી રશિયા તો પહેલેથી આપણી સાથે સારા સંબંધો નિભાવતું રહ્યું છે. આ ત્રિકોણને બધી રીતે સફળતા મળે એવી અભ્યર્થના.
કતારગામ દરવાજા, સુરત – બાબુભાઈ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.