નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધ (War) થયા પછી હવે રશિયાના પ્રમુખ પુતિનની સ્વાસ્થ્ય (Health) ચર્ચામાં આવ્યું છે. જાણકારી મળી આવી છે કે યુકે એટેક પછી પુતિનની તબિયત લથળી રહી છે. જાણકારી મળી આવી છે કે તેઓની તબિયત હવે ડોકટરોના સમજની બહાર જઈ રહી છે જેના કારણે ડોકટરો (Doctor) પણ કંટાળી ગયા છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રશિયાના રાષ્ટ્રપતિને ધૂંધળું દેખાય રહ્યું છે. આ ઉપરાંત તેમની જીભ પણ હવે લથળી રહી છે. તેઓની આ બિમારી પછી તેઓની સારવાર કરી રહેલા ડોકટરો પણ અચંબામાં મૂકાયા છે. આ ઉપરાંત પુતિનના જમણા હાથ અને પગ એકદમ સુન્ન થઈ ગયા છે. આ તમામ જાણકારી પુતિનની સારવાર કરી રહેલા ડોકટર પાસેથી મળી છે. ડોકટરે તેઓને આરામ કરવાની સલાહ આપી છે પણ જાણકારી મુજબ પુતિન ડોકટરની વાતોને અવગણી રહ્યાં છે. આ ઉપરાંત આ જાણકારીઓ ત્યારે સામે આવી છે જયારે પુતિનના સ્વાસ્થ્યને લઈને અફવાઓ ફેલાઈ રહી છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે 70 વર્ષીય રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાસ્થ્ય લથળી રહ્યું છે. જાણકારી મુજબ પુતિન કેટલીક ગંભીર બિમારીઓથી પીડાઈ રહ્યાં છે. પુતિનને કેન્સર તેમજ અન્ય બીજી પણ ધણી બિમારીઓ છે. તેઓ ખાંસી. ચક્કર આવવા, પેટમાં દુખવું, માથું દુખવુ તમામ બિમારીઓથી પીડાઈ રહ્યાં છે.
4 મહિના પહેલાં પુતિન સીડી પરથી નીચે પડી ગયા હતા
આ પહેલા પણ સૂત્રો પાસેથી જાણકારી મળી આવી હતી કે આજથી 4 મહિના પહેલાં પણ પુતિન તેમના સત્તાવાર નિવાસસ્થાને સીડી પરથી નીચે પડી ગયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીડીઓ પરથી નીચે પડતી વખતે તેમણે અનૈચ્છિક રીતે શૌચ પણ કરી દીધું હતું.