World

યુદ્ધમાં પહેલીવાર સી-ડ્રોનનો ઉપયોગ, રશિયાએ યુક્રેનનું સૌથી મોટું દરિયાઈ જહાજ તબાહ કર્યું

રશિયાએ પહેલીવાર સી-ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનિયન નૌકાદળના સૌથી મોટા યુદ્ધ જહાજને ડૂબાડી દીધું છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનિયન નૌકાદળના સૌથી મોટા જહાજ સિમ્ફેરોપોલને પહેલીવાર સી-ડ્રોનનો ઉપયોગ કરીને ડૂબાડી દીધું છે.

રિપોર્ટ અનુસાર, આ યુક્રેનિયન જહાજ લગુના-ક્લાસ મધ્યમ કદનું રિકોનિસન્સ હાજ હતું. જે રેડિયો, ઇલેક્ટ્રોનિક, રડાર અને ઓપ્ટિકલ સર્વેલન્સ માટે રચાયું હતું.

રશિયન સંરક્ષણ મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો ડેન્યુબ નદી ડેલ્ટા ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો અને તેમાં પહેલીવાર સી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ હુમલો સંપૂર્ણપણે સચોટ રહ્યો છે. આ વિસ્તાર આંશિક રીતે યુક્રેનના ઓડેસા ક્ષેત્રમાં આવે છે.

રશિયન મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ પહેલીવાર છે જ્યારે સી-ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનિયન નૌકાદળના જહાજને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું છે. આ હુમલો કેસ સ્ટડી બની ગયો છે. કારણ કે અત્યાર સુધી હવાઈ યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ થતો હતો પરંતુ સી ડ્રોન વિશ્વના મોંઘા જહાજોને જોખમમાં મૂકી રહ્યા છે.

રશિયાએ યુક્રેનનું સૌથી મોટું જહાજ ડૂબાડી દીધું
યુક્રેનિયન અધિકારીઓએ પણ પુષ્ટિ આપી છે કે રશિયાએ તેના જહાજ પર ઘાતક હુમલો કર્યો છે. કિવ ઇન્ડિપેન્ડન્ટે યુક્રેનિયન નૌકાદળના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું છે કે આ હુમલામાં એક ક્રૂ મેમ્બરનું મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

યુક્રેનિયન નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે હુમલા પછીની પરિસ્થિતિને સંભાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને મોટાભાગના ક્રૂ મેમ્બર સુરક્ષિત છે પરંતુ ઘણા ગુમ થયેલા ખલાસીઓની શોધ હજુ પણ ચાલુ છે.

યુક્રેનિયન નૌકાદળનું જહાજ 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને બે વર્ષ પછી યુક્રેનિયન નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો માને છે કે દરિયાઈ ડ્રોનનો ઉપયોગ યુદ્ધનો એક નવો મોરચો ખોલે છે અને સિમ્ફરોપોલ જહાજ ડૂબવાથી મનોવૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક મોરચે યુક્રેનનું મનોબળ ભારે તૂટી જશે.

Most Popular

To Top