ગંગા, બ્રહ્મપુત્રા, કાવેરી, યમુના જેવી બારમાસી નદીઓની જળશક્તિના મહત્તમ ઉપયોગ દ્વારા ૧૦,૦૦૦ મેગાવૉટ વીજળી ઉત્પન્ન થઈ શકે તેવી ક્ષમતા છે. પરંતુ પાણી અંગેની રાષ્ટ્રીય નીતિના અભાવે આજે માત્ર ૪૫૦૦ મેગાવૉટ વીજળી ઉપન્ન થઈ રહી છે. દેશમાં પ્રવર્તમાન વીજતંગીના સંદર્ભમાં પાણી, પવન અને સૂર્યપ્રકાશ જેવા પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતના વિકાસ અંગે આયોજન પંચે લક્ષ આપ્યું છે. તેમ છતાં હજુ સુધી હાઇડ્રો પાવર માટે રાષ્ટ્રીય નીતિ ઘડાઈ નથી. આથી રાષ્ટ્રની ૬૦% ટકા જળશક્તિ વણવપરાયેલી પડી રહી છે.
રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ, આંતર રાજ્ય વિવાદો અને સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓના વાંકે અથડાતા વીજળીના ભવિષ્યની આગાહી હાલમાં તો શક્ય નથી. આમ છતાં ગુજરાત રાજ્યમાં બીજા ત્રણ હજાર મેગાવૉટ વીજળીના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૫ દરમિયાન ગુજરાત રાજ્યમાં વીજ ક્ષેત્રે જંગી રોકાણ કરવા યુરોપની કંપનીઓ ઉત્સુક છે, આ સંબંધની દરખાસ્ત વાઈબ્રટ સમિટ દરમ્યાન રાજ્ય સરકારને અપાઈ છે.
વીજ ક્ષેત્રે વધતી માગ અને તંગીના આંશિક નિવારણ માટે તેમજ વીજ ક્ષેત્રના સંચાલનને સુધારવા માટે ટી.એલ. શંકર સિમિતિએ ટૅરિફ વધારવા ભલામણ કરી છે. આમ છતાં કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં નિશ્ચતતાનો અભાવ સિંચાઈ પ્રોજેક્ટમાં નક્કી કરાયેલ લક્ષ્યાંકોની તુલનાએ ઓછું રોકાણ, તેમજ માળખાગત ક્ષેત્રોમાં નિયત લક્ષ્યાંકો હાંસલ ન થવાના લીધે વાસ્તવિક રીતે રાષ્ટ્રીય ક્ષમતા પ્રાપ્તિ ગંભીર ચિંતાની બાબત બની છે.
યોજના આયોગે કૃષિ તેમજ ગ્રામ આવકમાં વધારો કરવા અને ચિંતાજનક પરિસ્થિતિને નિવારવાનો ખાસ અનુરોધ કર્યો છે. વિશ્વની ત્રીજી મહાશક્તિ બનવાનું સ્વપ્ન જોવામાં આવે છે, પરંતુ કૃષિ ક્ષેત્રે સિંચાઈ ક્ષમતાની ટકાવારીમાં નોંધાયેલ ઘટાડો, અનાજ પ્રાપ્ત ભાવાંકમાં ૧૭થી ૨૨ ટકાનો વધારો, જીવનનિર્વાહ ખર્ચના વાર્ષિક ૧૦૩થી ૧૧૬ ટકા જેટલો વધારો, વધતી વસ્તીનું દબાણ, માથાદીઠ આવકની નબળી સ્થિતિ તથા પુરુષ અને સવિશેષ મહિલા રોજગારી દરમાં ઘટાડો જમીની વાસ્તવિકતા હોઈ સમગ્ર અર્થતંત્ર નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાનું જણાય છે.
આબિદ હુસેન કિમટીએ તો લઘુ ઉદ્યોગોને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સલામતી, સબસિડી અને રક્ષણ આપવાની પ્રોત્સાહક યોજના રદ કરવા ભલામણ કરી છે. આથી અર્થતંત્રનું હિત નાના ઉદ્યોગો દ્વારા મહત્તમ રીતે રક્ષાતું હોવા છતાં, મધ્યમ અને મોટા કદના ઉદ્યોગોને અપાતા સરેરાશ વાર્ષિક ૯૮,૬૨૭ કરોડના ધિરાણ સામે લઘુ ઉદ્યોગો માટે ફાળવેલ ૨૮,૦૨૭ કરોડના ધિરાણ ઉપર કાતર ફરી છે દેશમાં સ્થાયી ૪૮ લાખ જેટલા લઘુ ઉદ્યોગોનું નેટવર્ક મહાકાય ઉદ્યોગો પાસે પાંગળું બની રહ્યું છે.
લઘુ ઉદ્યોગ માટેની પ્રોત્સાહન યોજનાઓને રદ કરનાર અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે નાના ઉદ્યોગો વીજળી સહિત કુદરતી સંસાધનોનો વ્યાપક રીતે વપરાશ કરે છે છતાં ઉત્પાદન કિંમત ઘટતી નથી. તેમજ નાના ઉદ્યોગોની સ્થળ લક્ષી મર્યાદાના લીધે વીજ-ટ્રાન્સમિશન લોસ વધે છે. લઘુ ઉદ્યોગો માટે સસ્તી વીજળી અનિવાર્ય બને છે તે સ્થિતિમાં પર્યાય તરીકે, વિકેંદ્રિત સ્વરૂપે ખેતીનાં સાધનોનો મહત્તમ ઉપયોગ અને ગ્રામકક્ષાએ રોજગારીની તકો વધારવા માટે પશુ શક્તિ દ્વારા વીજળી ઉત્પાદનનો કાર્યક્રમ વિચારણા માગી લે છે.
એક બળદ અથવા પાડાને યાંત્રિક રચનાની મદદથી તેલની ઘાણી પ્રકારે ગોળ ફેરવવામાં આવે તો ૮ કલાકમાં ૨૫ કિલોવૉટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. એક સાથે ચાર કે છ બળદને સામસામે જોતરીને વર્તુળ આકારે ફેરવતાં આઠ કલાકમાં ૩૮ કિલોવૉટ (અવર) વીજશક્તિ ઉત્પન્ન કરી શકાય છે. આમ, જમીનની ખેડ, લેવલ, વાવણી જેવાં રોજિંદા કામો પછી ખેડૂત પોતાના બળદથી ચાફકટર, પાણીના પંપ, લુહારની ભઠ્ઠી જેવાં સાધનો ચલાવી શકે છે અને રાત્રે ગામના ચોરે કે ખળાવાળ ઉપર બળદ સમૂહ ગામ માટે જરૂરી વીજળી ઉત્પન્ન કરી શકે છે. ચોમાસા-શિયાળા સિવાયના દિવસોમાં જ્યારે બળદને બાંધી રાખીને ઘાસચારો અને ખાણ દેવું પડે છે ત્યારે ખેડૂતનો ખર્ચ વધી જાય છે.
આવા વચગાળાના રાહત સમયમાં પણ ખેડૂતો પોતાના બળદ પાસેથી વીજ ઉત્પાદનનું કામ લઈ શકે છે. બદળ દ્વારા વીજશક્તિ ઉત્પાદન અને વિકેન્દ્રિત રીતે ગ્રામકક્ષાએ રોજગારી સાથે નૈસર્ગિક શક્તિના મહત્તમ ઉપયોગના પ્રયોગો દેશભરમાં જાણીતાં છે, આથી વિજ્ઞાન અને મધ્યમ કદની તકનીકના આધારે યોજાતા આવા વિકેન્દ્રિત પ્રયોગો માટે હવે વિશ્વ ઊર્જા પરિષદમાં પણ ભલામણ થઈ છે. આજે દેશમાં અંદાજિત ૧૦ કરોડની પશુવસ્તી છે, જેના ઉપયોગ માત્રથી ૪૦ હજાર મેગાવૉટ વીજળી ઉત્પન્ન થઈ શકે છે.
ગ્રામક્ષેત્રે બળદ જેવાં પારંપરિક સાધનોના ઉપયોગથી જરૂરિયાત હોય તે સ્થળે અને સમયે વીજશક્તિનું આયોજન સરળ થશે, ગ્રામ સમુદાયને સ્થાનિક કક્ષાએ કામ મળતાં શહેરો ઉપરનું ભારણ ઘટશે.
ઊંચા ધિરાણે મળતા આણ્વિક બળતણ આધારે સ્થપાતાં ઊર્જામથકોના સ્થાને પ્રદૂષણમુક્ત પૂરક વ્યવસ્થા સ્થપાશે. ખેડૂતો માટે બળદ, પાડા, વસૂકી ગયેલી પણ સશક્ત ભેંશો અને ગાયો પોતાના ખોરાકના ખર્ચ જોગ વીજ પેદાશ કરી શકે તો ખેડૂતોનો આર્થિક બોજ ઘટશે અને પશુઓ કતલખાતે જતાં અટકશે. ગ્રામક્ષેત્રે સ્થાનિક સાધનોથી મળેલ વીજળીમાંથી લોટ દળવાની ઘંટી, કપાસ અને સિંગ ફોલવા અને ઘઉં છૂટા પાડવા માટે થ્રેશર, અંબર ચરખા અને હાથસાળ તેમજ લાઇટ એન્જિનિયરિગનાં સાધનો વપરાતાં થશે, તો ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકો વધશે. પશુઓની ફાજલ શક્તિને અસરકારી બનાવી શકાતાં ગાય આધારિત પ્રાકૃતિક વિકાસ તરફ આગળ વધવાનું સરળ બનશે.
સૌરાષ્ટ્રની ગિર ગાયોના સંરક્ષણ ને વિસ્તરણ માટે નાગરિકો જાગ્રત થયા છે. પંચગવ્ય આધારે પ્રાકૃતિક ઉપચારની પદ્ધતિ વિકસી રહી છે. જીવદયા પ્રેમી પણ ઢોર-વાડાની સહાય આપે છે. માંદાં ઢોરની સારવાર કરે છે. જે આવકારદાયી છે. પરંતુ જ્યાં સુધી ખેડૂત માટે તેનું પશુધન આર્થિક રીતે ભારરૂપ નહીં હોય ત્યાં સુધી જ ગાયો અને ભેંશો સચવાશે. નહીં તો ‘ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી’’ જેવી દશા થશે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.