Gujarat

કોંગ્રેસ ગુજરાત વિકાસ વિરોધી માનસિકતા છતિ કરે છે : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારના શસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં સરકારની સિદ્ધીઓની ઉજવણીનો ગાંધીનગરથી આરંભ.મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે તેની સિદ્ધીઓની ઉજવણી આજથી શરૂ કરી દેવાઈ છે. મુખ્ય મંત્રી રૂપાણીએ આ જન સેવાયજ્ઞ કાર્યક્રમો અન્વયે ‘જ્ઞાનશક્તિ દિવસ’માં શિક્ષણ સુવિધાઓના લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણનો મહાત્મા મંદિર, ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સફળ શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાની કોઇ ઉજવણી નહીં, પરંતુ જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ આપણે આદર્યો છે. વિકાસ યજ્ઞનો કોંગ્રેસનો વિરોધ ગુજરાત વિરોધી – વિકાસ વિરોધી માનસિકતા છતિ કરે છે.

151 કાર્યક્રમો યોજાયા
‘પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના’ની થીમના આધારે ‘જ્ઞાન શક્તિ દિવસ’ અંતર્ગત રવિવારે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં કુલ ૧૫૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આજે મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૧૩૫ કરોડના ખર્ચે ૩૬૫૯ શાળાઓના તૈયાર થયેલા ૧૨ હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું, તે ઉપરાંત રૂ. ૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૫૦ શાળાના ઓરડાઓ, રૂ. ૧૦.૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૭૧ પંચાયત ઘર, રૂ. ૪.૮૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

જ્યારે રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ૨૫૬ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. શોધ યોજના અંતર્ગત ૧૦૦૦ પીએચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ૨૦૦૮ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ રાજ્યની ૧૬ કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યો. એટલું જ નહિ, રૂ. ૫૮ કરોડના ખર્ચે રાજ્યમાં વિવિધ ૬૪૭ શાળાના ઓરડાઓ, રૂ. ૨૦૭૬ કરોડના ખર્ચે ૧૪૪ પંચાયત ઘર નિર્માણ માટે પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

સરકારે પાંચ વર્ષની કામગીરીનો આ ઉજવણી સાથે હિસાબ આપ્યો છે : પાટીલ
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે મંત્રી વિજય રૂપાણીને એડવાન્સમાં જન્મદિનની શુભેચ્છા પાઠવતા કહયું હતું કે, રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે એ માટે રાજય સરકારે ટેકનોલોજીયુકત ઈન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કર્યુ છે જે દેશના કોઈ રાજ્યમાં નથી.

Most Popular

To Top