‘‘દવાઈ ભી ઔર કડાઈ ભી’’ આવું અદ્ભુત સૂત્ર આપનાર નેતા ચૂંટણી પ્રચારના મંચ પરથી લાખોની ભીડ નહિ જોતા હોય? સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક બાબતે વધારે કડક અને સતર્ક બનવાની સૂચના આપવામાં આવે છે પણ કોના માટે? આપણાં દેશમાં ન્યાયપાલિકાઓ અનેક વાર ‘સૂઓમોટો’ દાખલ કરીને પ્રજાહિતની વાત કરી ચૂકી છે.
પ્રજા માને નહિ તો દંડની રકમ વધારીને કાયદો પાળવાનું સૂચન કરનાર ન્યાયાલય રાજકીય રેલીઓ કે સત્તાધીશોના ધજાગરા જોયા પછી કડક વલણ કેમ નહિ અપનાવતા હોય? વાત માત્ર ભાજપની નથી. જ્યાં જ્યાં, જે જે, જ્યારે જ્યારે સત્તામાં હોય તે પોતાને કાયદાથી પર માને છે. અને વાત માત્ર સત્તાધીશો દ્વારા કાયદા તોડવાની નથી.
હવે તો રીતસર કાયદા જ જુદા બનવા લાગ્યા છે. સામાન્ય પ્રજા માટે જે નિયમો છે તે સત્તાવાળાને લાગુ જ નથી પડતા એટલે ઘણા કિસ્સામાં તો સત્તાધીશો, અધિકારીઓએ કાયદો તોડવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો અને કમનસીબી એ છે કે દેશના જાગૃત કે બોલકા લોકો આ જુદા જુદા કાયદા માટે પ્રશ્ન જ નથી કરતા. ઉલટાનું એ લોકો જ એ વાત ચલાવે છે કે ‘‘એ તો એવું જ હોય..’’
રોજગારીપ્રેમી સૌ જાણે છે કે વર્ષ 2004 પછી નોકરી મેળવનાર કોઈ પણ સરકારી કર્મચારીને જૂની પેન્શન સ્કિમમાં પેન્શન મળવાનું નથી અને જનરલ પ્રોવિડંટ ફંડમાં તેનું ખાતું ખૂલવાનું નથી. 2004 પછીના તમામ કર્મચારીઓ મૂલ્યવર્ધિત પેન્શન યોજનામાં જ જોડવામાં આવે છે અને તેમણે જે ફાળો આવ્યો તેમાં સરકારે નિશ્ચિત કરેલો ફાળો ઉમેરીને જે રકમ બને તેમાંથી તેમને પેન્શન મળવાનું છે.
તો એક તરફ નાગરિકો માટે પેન્શન બંધ છે. બીજી તરફ ધારાસભ્યો અને સંસદસભ્યો પેન્શનપાત્ર છે. વળી ત્યાં તો બન્ને પેન્શનનો લાભ એક વ્યક્તિને મળી શકે છે. દા.ત ધારાસભ્ય તરીકે ચુંટાયેલી વ્યક્તિ લોકસભામાં ચુંટાય તો ધારાસભ્ય તરીકેનો પગાર (અને પછી પેન્શન) બન્ને મળવાપાત્ર થાય છે. મતલબ નાગરિક માટે કાયદો અલગ નેતાઓ માટે કાયદો અલગ અને કોઈ પાર્ટી આ બાબતે પોતાનો વિરોધ નોંધાવતી નથી.
પેન્શનના જુદા કાયદા છે. તેમ આવકવેરામાં જુદા કાયદા છે. ટોલટેક્ષવાળા હાઈ વે માં નિયમો જુદા છે. પોલીસ કાયદા તો સમાન હોય તો પણ અમલ જુદા જ થાય છે અને ન્યાયાલયોમાં કાયદાની છટકબારીઓ નેતાઓને પ્રજાથી જુદા પાડી જ દે છે.
થોડાં વર્ષો પહેલાંનો બનાવ છે. ચૂંટણી સમયે મતદાન સમયે મતદાતાઓની લાઈન લાગી જેમાં એક સ્થાનિક ધનિક ઉદ્યોગપતિને ઊભા રહેવામાં થોડી તકલીફ પડી. એમણે રજૂઆત કરી કે મને ખાસ કિસ્સામાં લાઈન છોડીને મતદાન કરી લેવા દેવામાં આવે. સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ વિનમ્રતાપૂર્વક એ ધનપતિને જણાવ્યું કે લોકશાહીની આ જ મજા છે. મતાધિકાર સૌ ને સમાન બનાવે છે. આ લાઈનમાં અમીર-ગરીબના ભેદ નથી પડતા.
પણ હવે આ સમાનતા પણ જવા લાગી છે. ચૂંટણી પંચ પોતે જ ખાસ બૂથ બનવા લાગ્યું છે. પોશ વિસ્તારમાં અલગ બૂથ બને છે. મિડિયાને મહાન લોકો મતદાન કરતા દેખાય અને આ મહાન લોકોએ મતદાન કરીને રાષ્ટ્ર ઉપર ઉપકાર ર્ક્યો એવી છાપ પડવા દેવાય તેની સૌ ભેગા મળીને વ્યવસ્થા કરે છે.
ટૂંકમાં દેશમાં નેતાઓ માટે અલગ અને સામાન્ય જનતા માટે અલગ કાયદાઓ આવવા માંડ્યા છે. હજુ તો આપણે માત્ર છાપામાં સમાચાર છપાય એટલા પૂરતું હરખાઈએ છીએ અને બહુબહુ તો ચોકે-ચોકે થોડી ચર્ચા કરીને સંતોષ માનીએ છીએ કે ‘‘જુઓ પેલા નેતાને ત્યાં કેવા નિયમોના ધજાગરા ઊડ્યા!’’ બસ. પછી કશું નહીં! પણ હવે આટલી ચર્ચા માત્રથી સંતોષ માનવાનો અર્થ નથી.
આપણે મક્કમ રીતે પૂછવું પડશે કે આવું કેમ? સામાન્ય પ્રજા અને નેતા માટે કાયદા અને તેનો અમલ જૂદો કેમ? આ દેશમાં ખરેખર કાયદાનું શાસન છે કે નહીં?
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

You must be logged in to post a comment Login