અમે નવા – સવા બિલ્ડીંગમાં જ્યારે રહેવા આવ્યા ત્યારે કોઇનો પણ પરિચય નહિ અને કોરોનાને કારણે ઝાઝુ કોઇને પણ મળાતું નહિ પણ એક દિવસ જ્યારે રબર ગર્લ અન્વીની ઓળખ અખબારના પાને ચમકી. અનુક્રમે ગુજરાતના મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ તેમજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સન્માનિત થઇ, ત્યારે મને સ્ટ્રાઇક થયું કે આ દીકરી તો અમારા જ બિલ્ડીંગમાં નિવાસ કરે છે. એની ખૂબી જોતા મારી મુકી દીધેલી કલમ ઉપાડવા માટે મજબૂર કરી. 4 – 4 ખામીઓ સાથે જન્મેલી દીકરીને મેં મારી નજર સામે અતિ ઉત્સાહથી હસતી ખેલતી જોઇ છે. કહેવત મુજબ ખોડ તેની જોડ નહિ એ ન્યાયે આટલી સિધ્ધી મેળવવી કંઇ નાની સૂની વાત નથી અને એટલું જ નહિ પણ એ બાળકીમાં છૂપાયેલી પ્રતિભાને કોતરીને બહાર લાવવા માટે બાળકના માતાપિતા બંને સેલ્યુટના અધિકારી છે. માતા કદી પણ એવું ન જ ઇચ્છે કે મારૂ બાળક કયાંય પણ જમાનાની દોડમાં પાછળ પડે. પછી ભલે એ ડીસેબલ હોય તેથી શું થયું? મક્કમ મનોબળ આગળ કુદરતને પણ ઝૂકવું જ પડે છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ છે – રબર ગર્લ અન્વી ઝાંઝરૂકીયા. એ દીકરીને સો સો સલામ.
સુરત – નીરૂ આર. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રબર ગર્લ મન્વી ઝાંઝરુકિયાને સલામ
By
Posted on