દાહોદ, તા.૨૯
ગુજરાત આર.ટી.ઓ. એશોસિએશન દ્વારા પોતાના પડતર માંગણી નહીં સંતોષાતા એશોશિએશનના કર્મચારીઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેમાં દાહોદના આર.ટી.ઓ. કર્મચારીઓ પણ આંદોલનમાં જાેડાનાર જેમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. અને પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખીને જણાવામાં આવ્યું છે કે તેમની પડતર માંગણીઓ જેવી કે જેમના પ્રોબેશન પૂર્ણ થયાના લાંબા ગાળાના હુકમ બાબત, આર.ટી.ઓ. માં સિનીયોરીટીના ધોરણોનું પાલન કરો, એજન્ટો, ટ્રાન્સપોર્ટરોની ફરિયાદમાં આપેલી નોટિસ ચાર્જશીટ દફતરે કરો, આર.ટી.ઓ. કર્મચારીઓને પુરતા કમ્પ્યુટર, વાહન અને ચેકીંગ મશીન આપો, સળંગ સાત રાત્રી ચેકીંગ ડ્યુટી બંધ કરો, નનામી અરજીઓમાં સરકારના આદેશોનું પાલન કરો તથા ચેકીંગમાં થતા હુમલામાં આર.ટી.ઓ કર્મચારીઓને રક્ષણ આપો જેવા મુદ્દાઓના નિરાકરણ ને લઈને સરકારી કામ ચાલુ રાખીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે જેમાં દાહોદ આર.ટી.ઓ. કર્મચારીઓએ ગત સોમવારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો ત્યારબાદ મંગળવારે સોશિયલ મીડિયાના માધ્યમથી અને બુધવારે ઘંટનાદ કરી ગુજરાતની દરેક કચેરીઓ ઉપર વિરોધ દર્શાવ્યો હતો અને તે ચાલુ રહેશે અને જાે આવતા સોમવાર સુધી તેમની પડતર માંગણીઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક વિરોધ કરી માસ સી.એલ. ઉપર ઉતરી જઈ ને વિરોધ કરશું અને આંદોલનો કરીશું તેવું આર.ટી.ઓ ટેકનિકલ ઓફિસર્સ એશોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
