નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું હતું કે, જાતિ ભગવાને નથી બનાવી, જાતિ પંડિતોએ બનાવી છે, જે ખોટું થયું છે. ભગવાન માટે આપણે બધા એક છીએ. પહેલા આપણા સમાજમાં ભાગલા પાડીને દેશમાં હુમલા થયા, પછી બહારના લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો. ભાગવત રવિવારે મુંબઈમાં (Mumbai) સંત રોહિદાસ જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
- જાતિ ભગવાને નથી બનાવી, જાતિ પંડિતોએ બનાવી છે
- મુંબઈમાં સંત રોહિદાસ જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બોલ્યા
- દેશમાં હુમલા થયા, પછી બહારના લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો
દેશમાં વિવેક અને ચેતના વચ્ચે કોઈ ફરક નથી
ભાગવતે કહ્યું હતું કે, ઈશ્વરે હંમેશાં કહ્યું છે કે, મારા માટે દરેક જણ એક સમાન છે. તેમની કોઈ જાતિ, જ્ઞાતિ કે પંથ નથી, પરંતુ પંડિતોએ કેટેગરી બનાવી.મોહન ભાગવતે કહ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં તમારો ધર્મ ન છોડો. સંત રોહિદાસ સહિત તમામ બૌદ્ધિકોની કહેવાની રીત અલગ હતી, પરંતુ તેઓએ કહ્યું કે, હંમેશાં ધર્મ સાથે જોડાયેલા રહો. હિંદુ અને મુસલમાન બધા એક જ છે. દેશમાં વિવેક અને ચેતના વચ્ચે કોઈ ફરક નથી. ફક્ત લોકોનાં મંતવ્યો અલગ છે. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, અમે ધર્મ બદલવાનો પ્રયાસ કર્યો નથી, પરિસ્થિતિને કેવી રીતે બદલવી તે જણાવવામાં આવ્યું છે.
ચોપાઈને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મોહન ભાગવતે આ નિવેદન આપ્યું
દેશમાં વિવેક અને ચેતના વચ્ચે કોઈ ફરક નથી. ફક્ત લોકોનાં મંતવ્યો અલગ છે. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, અમે ધર્મ બદલવાનો પ્રયાસ કર્યો નથી, પરિસ્થિતિને કેવી રીતે બદલવી તે જણાવવામાં આવ્યું છે. દેશભરમાં રામચરિતમાનસની એક ચોપાઈને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મોહન ભાગવતે આ નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે – તુલસીદાસના રામચરિતમાનસમાં કેટલાક અંશો છે, જેના પર અમને વાંધો છે. આમાં તે શુદ્રોને નીચી જાતિનું પ્રમાણપત્ર આપી રહ્યા છે.
સમાજમાં ભાગલા પાડીને લોકોએ હંમેશાં ફાયદો ઉઠાવ્યો છે
આરએસએસના વડાએ કહ્યું હતું કે, શું દેશમાં હિન્દુ સમાજનો વિનાશ થવાનો ડર છે? કોઈ બ્રાહ્મણ તમને આમ કહી શકે નહીં, તમારે સમજવું પડશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યેની જવાબદારી પણ છે. દરેક કામ સમાજ માટે છે તો કોઈ ઊંચો, નીચો કે અલગ કેવી રીતે થઈ હોઈ શકે? ભાગવતે કહ્યું હતું કે, આપણા સમાજમાં ભાગલા પાડીને લોકોએ હંમેશાં ફાયદો ઉઠાવ્યો છે. વર્ષો પહેલાં દેશ પર આક્રમણો થયાં હતાં, ત્યારે બહારના લોકોએ આપણા ભાગલા પાડીને લાભ ઉઠાવ્યો હતો. નહીંતર કોઈ આપણી સામે જોવાની પણ હિંમત ન કરતે.