Charchapatra

રૂા. 10ની નોટની તંગી

આજકાલ બજારમાં ફરતા રૂા.10ની નોટની ખૂબ જ તંગી જોવા મળે છે. દશ રૂપિયાની નોટની જગ્યાએ રૂપિયા 10ના સિક્કાથી વ્યવહાર ચાલતો જોવા મળે છે. તો રૂપિયા દશની નોટની તંગીનું કારણ શું? શું સરકારે નવી દશની નોટ છાપવાની બંધ કરી દીધી છે કે શું? કોઈ પણ બેંકમાં રૂપિયા દશની સો નંગનું બંડલ મળતું જ નથી. દશ રૂપિયાની સો નંગનું બંડલ મેળવવું ક્યાંથી? એ એક પ્રશ્ન આજે બની ગયો છે.

રોજબરોજની તંગીથી પ્રજા કંટાળી ગઈ છે. મુસાફરો, નાના માણસો, તેમજ પરચૂરણ વેપાર કરતાં માણસોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો સરકારે તાત્કાલિક દરેક બેંકમાં રૂપિયા દશની સો નોટોનો બંડલ પૂરતા પ્રમાણમાં પ્રજાને મળી રહે એવી વ્યવસ્થા તાકીદે ગોઠવવી જ જોઈએ. રિઝર્વ બેંકનાં ચેરમેન શ્રી શક્તિકાંત દાસે પણ આ દિશામાં વિચારવું જોઈએ અને નવી દશની નોટ સારા મજબૂત કાગળમાં છાપી (જે જલ્દી રદ્દી ન થઈ જાય) બેંકોમાં સપ્લાય કરી પ્રજાની હાડમારી દૂર કરવી જોઈએ. આશા છે કે આ દિશામાં સરકાર અને રિઝર્વ બેંક જલ્દીથી યોગ્ય પગલાં ભરશે.
નવસારી- હિતેશકુમાર એસ.દેસાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લાગણીનો દુરુપયોગ
આપણાં જ સંતાનો  લાગણીનો ગેરલાભ ઉઠાવે છે. ભાવાવેશમાં ક્યારેક તમારી સંપત્તિ જ તમોને ભારરૂપ લાગશે. (મા જુએ આવતો અને વહુ જુએ લાવતો) આપણી જ સંપત્તિ લોહીપાણી અને પરસેવાથી એકઠી કરેલ પર, આપણાં જ સંતાનોની દાનત બગડે છે. ડોશી મરવાની તો છે જ, પણ બાંધ ગઠરિયા કેમ છૂટતી નથી. ભૂલેચૂકે લાગણીવશ તમારી જીવનનૈયાનો દોર પુત્રોને આપી દેશે નહિ તો જીવનભર પસ્તાવાનો વારો આવશે. માનસિક ત્રાસ આપીને પણ તમોને કાઢશે એ જરૂર લખી રાખજો.
સુરત     – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top