વડોદરા : કરજણ સ્વામી નારાયણ મંદિરના બેન્ક એકાઉન્ડમાંથી સેવક તરીકે કામ કરતા વડોદરા શખ્સે કોઠારી સ્વામી તથા ટ્રસ્ટીની બોગસ સહીઓ કરી એફડી બ્રેક કરીને રૂ. 48.43 લાખની બારોબાર ઉચાપત કરી હતી. કોઠારી સ્વામી પરત વિદેશમાંથી પરત આવ્યા બાદ ખાતરી દરમિયાન કૌભાંડ જણાતા તેઓએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા વગે કરનાર આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.
કરજણ નવાબજાર વિસ્તારના સ્વામી નારાયણ મંદિરના ટ્રસ્ટી અને કોઠારી તરીકે બાલસ્વરૂપ દાસ સ્વામી (ઉં.વ.49) છેલ્લા 10 વર્ષ ભક્તિ કરે છે. દસેક વર્ષ પહેલા વડતાલ મંદિરમાં કરેલા ઠરાવ મોકલ્યો હતો. જેના આધારે બાલ સ્વરૂપ સ્વામી તથા કરજણ ફર્ટિલાઇઝર સોસાયટીમાં રહેતા હરીભાઇ પંકજભાઇ ભટુ તથા જુનાબજાર માધવપુરા બિલ્ડિગમાં રહેતા સુનિલભાઇ અશોકભાઇ પટેલ તથા હરીદર્શન સોસાયટીના ઠાકોર વેરીભાઇ પટેલની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઇ હતી. બાલસ્વરૂપ સ્વામી તથા ઠાકોર ભિ પટેલને મંદિરના આર્થિક વ્યવહારો કરતા હતા.
બાલસ્વરૂપ સ્વામી તથા ઠાકોર પટેલના નામે બેન્ક ઓફિ ઇન્ડિયામાં હરીભક્તોએ દાન કરેલી રકમમાંથી ત્રણ અલગ અલગ એફડી એકાઉન્ડમાં 24 લાખ જમા કાવ્યા હતા. વર્ષ 2013માં વડતાલ મંદિરના ઘનસ્યામ સ્વામી કરજણમાં સત્સંગ અર્થે આવ્યા હતા. તે દરમિયાન વડોદરા આજવા રોડ પર રહેતા કૃણાલ વિનુભાઇ પટેલ પણ આવ્યા હતા. કૃણાલનું તેની પત્ની સાથે બનતું ન હોવાથી સંસારમાંથી વૈરાગ્ય લેવામાં જણાવ્યું હતું. ત્યારબાદ તેમને કરજણ મંદિરની સેવા ચાકરી કરવા માટે રાખ્યા હતા.મંદિરના ખાતામાં દાન તરીકે જમા થતા રૂપિયા મંદિરના કોઠારી બાલસ્વરૂપ સ્વામી સહિત અન્ય એક ટ્રસ્ટીની સહીવાળા ચેકોથી મંદિરને લગતા કામ અર્થે રૂપિયા ઉપાડાતા હતા. કુણાલ પટેલે બંને સ્વામી વિશ્વાસ જીતી લીધી હોવાથી બેન્કમાં રૂપિયા ઉપાડવાની જવાબદારી તેને સોંપાઇ હતી.
શરૂઆતમાં ઇમાનદારીથી રૂપિયાનો વ્યવહાર બેન્કમાંથી કુણાલ પટેલ કરતો હતો. તા. 13-4-20222થી 09-12-2022 દરમિયાન મંદિરના ત્રણ લેટર પેડ પર બાલસ્વરૂપ સ્વામી તથા ઠાકોર પેટલની બોગસ સહી કરીને બેન્કમાંથી 23.30 લાખ ઉપાડી લીધા હતા. ત્યારબાદ વધુ એક ટ્રાન્જેક્શન કરીને બેન્કમાંથી 17.52 લાખ ઉપાડી લીધા હતા. કુણાલ પટેલે સોનલબેન તેજસ કુમાર પટેલની બેન્કમાંથી ત્રણ ટ્રાન્જેક્શન દ્વારા 7 લાખ નેટ બેન્કિંગ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા હતા.આમ કુણાલ પટેલ ( રહે, અમરદીપ હેરિટેજ કમલાનગર તળાવની સીમે આજવા રોડ વડોદરા ) દ્વારા કરજણ સ્વામી નારાયણ મંદિરના બેન્ક ખાતામાંથી એફડી બ્રેક કરાવી રૂ.48.43 લાખની ઉચાપત કરી હોવાની કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવી છે.