National

કોર્ટે EDની અરજી પર અરવિંદ કેજરીવાલને સમન મોકલ્યું, આ તારીખે હાજર થવા આદેશ

નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) EDની તપાસ હેઠળ રહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુશ્કેલીઓ હવે વધી રહી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ફરીથી સમન્સ મોકલ્યા છે. કથિત દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) સમન્સનું પાલન ન કરવા બદલ EDની બીજી ફરિયાદ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી તાજા સમન્સ મોકલવામાં આવ્યા છે.

અગાઉ EDએ દીલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આઠ સમન્સ મોકલ્યા છે. પરંતુ તેઓ આ સમન્સને ગેરકાયદેસર ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ સમન્સ ગેરકાયદેસર છે. પરંતુ તેમ છતાં તેઓ EDના સવાલોના જવાબ આપવા તૈયાર છે. તેમણે ED પાસે 12 માર્ચ પછીની તારીખ માંગી હતી. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રશ્નોના જવાબ આપશે.

શું છે સમગ્ર મામલો?
ઇડીએ મની લોન્ડરિંગની તપાસમાં સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહીની માંગ કરતી કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરી હતી. અહેવાલો મુજબ નવી ફરિયાદ PMLAની કલમ 50 હેઠળ AAPના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલને ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સ નંબર 4 થી 8નું પાલન ન કરવા સંબંધિત છે.

કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવા પર AAPનું વલણ
ED દ્વારા કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવામાં આવતાં આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો કે, ED આ સમન્સ કયા આધારે મોકલી રહ્યું છે. જ્યારે ED પોતે આ મામલે કોર્ટમાં ગઈ છે તો પછી તે રાહ કેમ ન જોઈ શકે. ઇડી માત્ર અરવિંદ કેજરીવાલને ડરાવવા માંગે છે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ચંદીગઢમાં જે રીતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. તેનો બદલો અરવિંદ કેજરીવાલ પાસેથી લેવામાં આવી રહ્યો છે. જો આ માત્ર કાનૂની મામલો હોત તો EDએ કોર્ટના નિર્ણયની રાહ જોઈ હોત. આમ આદમી પાર્ટી તેનાથી ડરતી નથી.

અગાઉ ED સીએમ કેજરીવાલને 8 સમન મોકલી ચુકી છે. પરંતુ કેજરીવાલ હજુ સુધી કોઈ નોટિસના જવાબમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી. આ સ્થિતિમાં આ સમન્સને અવગણવાથી તેમના માટે સમસ્યાઓ વધી શકે છે. કારણ કે સમન્સને સતત અવગણવાથી EDની કલમ 19 હેઠળ અસહકાર માટે સુરક્ષા એજન્સીને કાર્યવાહી કરવાની ફરજ પડી રહી છે.

Most Popular

To Top