Vadodara

છાણીના પશુપાલક રોહિતને પાસા હેઠળ ભાવનગર ધકેલાયો

          વડોદરા: વડોદરા શહેરમાં હાલ સૌથી વધુ સળગતો મુદ્દો  રખડતા ઢોરોનો છે  છેલ્લા ઘણા દિવસથી રખડતા ઢોરો દ્વારા થતાં હુમલાના બનાવ વધ્યા હતા ત્યારે પોલીસે લાલ આંખ કરતા છાણીના પશુપાલકને પાસા હેઠળ ભાવનગર જેલમાં મોકલી આપ્યો હતો લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે રસ્તા ઉપર પોતાના ઢોરો છોડી મુકતા રોહિત ભરવાડને પાસા થતાં જ અન્ય પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેર પીસીબી દ્વારા છાણી વિસ્તારમાં રહેતા અને ગુનાહિત ભુતકાળ ધરાવતા રોહિત રણછોડભાઇ ભરવાડ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે વડોદરાની જાહેર જનતાના જીવ જોખમમાં મુકાય તે રીતે પશુ પાલક રોહિત ભરવાડ પોતાના ઢોરો ને રસ્તા પર રખડતા મૂકી દેતા હતા જેને લઇ પોલીસે  રોહિત ભરવાડ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.

પોલીસ ની કાર્યવાહી બાદ પોતાના ઢોરો ને રસ્તે રખડતા મૂકી દેનારા પશુપાલકો ફફડી ઊઠયા છે જોકે કેટલાક પશુપાલકોએ પોલીસની કર્યવહિનો વિરોધ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલાયેલ રખડતા ઢોરના માલિકનો ગુનાહિત ભુતકાળ અંગે પણ તપાસ થશે તેવું જાણવા મળ્યું છે પોલીસની કડક કાર્યવાહી બાદ કડક સંદેશો રખડતા ઢોરોના માલિકોને મળે છે કે નહિ તે તો આવનારો સમય પછી જ ખબર પડશે.જોકે વડોદરા શહેરના પશુપાલકોએ આજરોજ મેયર કેયુર રોકડિયાને રજૂઆત કરી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. પશુપાલકોએ ખોટી રીતે થતી હેરાનગતિ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. 

Most Popular

To Top