Sports

‘મજા કરવા દો, જોઈ લઈશું’, ટેસ્ટ સિરીઝ પહેલાં રોહિત શર્માની બાંગ્લાદેશની ટીમને ચેતવણી

ચેન્નાઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. 2 ટેસ્ટ મેચની શ્રેણી પહેલા રોહિતે બાંગ્લાદેશી ટીમને નિવેદનબાજી પર ખુલ્લેઆમ જવાબ આપ્યો છે. રોહિતે કહ્યું કે બાંગ્લાદેશી ટીમને મજા કરવા દો, તેમને જોઈ લઈશું.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ચેન્નાઈમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ પહેલા આજે તા. 17 સપ્ટેમ્બરે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતને બાંગ્લાદેશી ખેલાડીઓના નિવેદનો વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર રોહિતે કહ્યું કે તમામ ટીમો ભારતને હરાવવામાં મજા આવે છે. તેમને એન્જોય કરવા દો.

રોહિતે વધુમાં કહ્યું કે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારત આવી ત્યારે તેઓએ પણ પ્રેસમાં પણ ઘણા દાવા કર્યા હતા. પરંતુ અમે આવા નિવેદનો કે દાવા પર ધ્યાન આપતા નથી. અમે સારું ક્રિકેટ રમવાનો પ્રયાસ કરીએ છીએ. વાસ્તવમાં રોહિતે કહ્યું કે ઇંગ્લેન્ડે 2024ની ટેસ્ટ સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઘણા નિવેદનો કરીને માઈન્ડ ગેમ રમવાનો પ્રયાસ કર્યો હતો. રોહિતે સ્પષ્ટ કર્યું કે અમારી ટીમ આવી મેદાન બહારની ગેમ પર ધ્યાન આપી નથી. અમે મેદાનમાં સારી રમત રમવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

રોહિત શર્માએ કહ્યું, મારા મગજમાં હંમેશા આ વાત ચાલતી રહે છે કે હું કેવી રીતે જીતી શકું. અમે ક્રિકેટરો પાસે રમતને પ્રભાવિત કરવા માટે મર્યાદિત સમય છે, અમે જે પણ મેચ રમીએ છીએ તે જીતવા માંગીએ છીએ.

પાકિસ્તાનને હરાવ્યા બાદ બાંગ્લાદેશનો આત્મિવશ્વાસ વધ્યો
થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશે પહેલીવાર પાકિસ્તાનમાં બે ટેસ્ટ મેચની શ્રેણી જીતી હતી. આ પછી બાંગ્લાદેશની ટીમનો ઉત્સાહ ચરમસીમા પર છે. બાંગ્લાદેશે રાવલપિંડીમાં રમાયેલી બંને ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. બાંગ્લાદેશે પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ 10 વિકેટથી અને બીજી ટેસ્ટ 6 વિકેટથી જીતી હતી.

શું બ્રેકની ટીમ ઈન્ડિયાને અસર થશે?
એક સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે ટેસ્ટ મેચમાં બ્રેક બાદ ટીમ રમવા આવી રહી છે તો પણ તેની વધારે અસર નહીં થાય. કારણ કે પહેલા પણ આવું બન્યું છે. આવી સ્થિતિમાં અમે આ પરિસ્થિતિને સરળતાથી સ્વીકારી લઈશું, આ કારણોસર ચેન્નાઈમાં એક નાનકડા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ખેલાડીઓ લાંબા સમયથી રમ્યા નથી તેઓ દુલીપ ટ્રોફી રમીને અહીં પહોંચ્યા છે. વાસ્તવમાં ભારતીય ક્રિકેટ ટીમે તેની છેલ્લી ટેસ્ટ મેચ માર્ચ 2024માં ઈંગ્લેન્ડ સામે ધર્મશાલામાં રમી હતી. ભારતીય ટીમે જાન્યુઆરી 2024થી માર્ચ 2024 વચ્ચેની તે શ્રેણી 4-1થી જીતી હતી.

રોહિતે બુમરાહના વર્કલોડ મેનેજમેન્ટ પર વાત કરી
રોહિતે વર્કલોડ મેનેજમેન્ટ પર કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે શ્રેષ્ઠ ખેલાડીઓ હંમેશા રમે. પરંતુ અહીં જોવાનું રહેશે કે T20 ટેસ્ટ મેચની મધ્યમાં થઈ રહી છે. આવી સ્થિતિમાં આપણે વર્કલોડ મેનેજમેન્ટનું ધ્યાન રાખવું પડશે. બુમરાહને લઈને રોહિતે કહ્યું કે ઈંગ્લેન્ડ શ્રેણીમાં પણ અમે બુમરાહને આરામ આપ્યો હતો અને મોહમ્મદ સિરાજને તક આપી હતી.

રોહિતે ખુલ્લેઆમ કેએલ રાહુલનું સમર્થન કર્યું
કેએલ રાહુલ વિશે તેણે કહ્યું કે હું જ્યારથી કેપ્ટન બન્યો છું ત્યારથી મારી ઈચ્છા રહી છે કે રાહુલ દરેક મેચ રમે. તેણે વાપસી બાદ સારૂ પ્રદર્શન કર્યું છે. હૈદરાબાદમાં સારું રમ્યો છે, ત્યાર પછી તે ઈજાગ્રસ્ત થયો. અમે કેએલ રાહુલને જે સંદેશ આપ્યો હતો તે મુજબ તે રમ્યો. મને આશા છે કે તે ત્યાંથી રમશે જ્યાંથી તેણે હૈદરાબાદ ટેસ્ટ મેચ છોડી હતી.

તેની છેલ્લી શ્રેણી શાનદાર રહી હતી. રોહિત શર્માએ કહ્યું, કેએલ રાહુલ પાસે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા છે, મને એવું કોઈ કારણ દેખાતું નથી કે તે આ ફોર્મેટમાં સફળ ન થઈ શકે.

નોંધનીય છે કે રાહુલે તેની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચોમાં સાઉથ આફ્રિકામાં સદી ફટકારી હતી, જે તાજેતરના સમયમાં શ્રેષ્ઠ ટેસ્ટ ઇનિંગ્સમાંની એક છે અને ઇજા પહેલા હૈદરાબાદમાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં તેણે 86 રન બનાવ્યા હતા. બીજી તરફ સરફરાઝ ખાનને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તક મળી હતી. જ્યાં તેણે 3 મેચની 5 ઇનિંગ્સમાં 50ની એવરેજથી 200 રન બનાવ્યા હતા.

રોહિતે ગૌતમ ગંભીર અને અભિષેક નાયર પર વાત કરી
રોહિત શર્માને પ્રેસ કોન્ફરન્સમાં નવા કોચિંગ સ્ટાફના આગમન પછી થયેલા ફેરફારો અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. આ અંગે રોહિતે કહ્યું કે નવો સ્ટાફ આવ્યો છે પરંતુ હું ગૌતમ ગંભીર અને અભિષેક નાયર (સહાયક કોચ)ને પહેલેથી જ ઓળખું છું, હું મોર્ને મોર્કેલ (બોલિંગ કોચ) સામે રમ્યો છું. અને રેયાન ટેન ડોશેટ (સહાયક કોચ) સામે બે મેચ રમ્યો છું. રાહુલ દ્રવિડ, પારસ મહામ્બ્રે, વિક્રમ રાઠોડનો અભિગમ અલગ હતો. હું 17 વર્ષથી રમી રહ્યો છું તેથી હું જાણું છું કે દરેક કોચિંગ સ્ટાફનો અભિગમ અલગ હોય છે

Most Popular

To Top