ટીમ ઈન્ડિયાએ (Team India) T20 વર્લ્ડ કપ 2024માં એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ ચેમ્પિયન (World Chapion) બનીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતતાની સાથે જ પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. BCCIએ ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ રકમમાંથી રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓને 5-5 કરોડ રૂપિયા મળવાના છે. હવે રોહિત શર્મા પોતે સપોર્ટ સ્ટાફ મેમ્બરના સમર્થનમાં સામે આવ્યો છે. રોહિત શર્માએ તેની જીતેલી રકમમાંથી કેટલીક રકમ સહાયક સ્ટાફને આપવાની ઓફર કરી હતી જેમને જીતની રકમ ઓછી મળી હતી. રોહિત શર્માએ 5 કરોડ રૂપિયાનો પોતાનો હિસ્સો છોડવાની ઓફર કરી જેથી તમામ સપોર્ટ સ્ટાફને સન્માનજનક રકમ મળી શકે.
ઈનામની રકમની ઘોષણા જુલાઈ 1 ના રોજ કરવામાં આવી હતી, પરંતુ તેનાથી કેટલીક ચિંતાઓ ઊભી થઈ હતી. ₹125 કરોડ ખેલાડીઓ, કોચ, રિઝર્વ ખેલાડીઓમાં વહેંચવાના હોવાથી પ્રારંભિક બ્રેકડાઉન મુજબ કેટલાક સાથી સહાયક સ્ટાફ સભ્યોને ઘણું ઓછું મળવાની અપેક્ષા હતી. આ સભ્યોમાં થ્રોડાઉન નિષ્ણાત, વિશ્લેષકો, માલિશ કરનાર, ફિઝિયો અને અન્યનો સમાવેશ થાય છે. BCCIએ કોચ રાહુલ દ્રવિડને 2.5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ 4 રિઝર્વ ખેલાડીઓને 1 કરોડ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. દરમિયાન રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ 125 કરોડ રૂપિયામાંથી કેટલાક સપોર્ટ સ્ટાફ મેમ્બર્સને ઘણી ઓછી રકમ મળી રહી હતી.
જણાવી દઈએ કે રોહિત શર્માની આ દરિયાદિલી પહેલા રાહુલ દ્રવિડે પણ દરિયાદિલી બતાવી હતી. રાહુલ દ્રવિડને 5 કરોડ રૂપિયા મળવાના હતા પરંતુ તેણે ફક્ત 2.5 કરોડ રૂપિયા સ્વીકારવા કહ્યું હતું કારણકે અન્ય કોચને પણ 2.5 કરોડ રૂપિયા મળનાર હતા. રાહુલનું માનવું હતું કે બધા જ કોચને સરખી રકમ મળવી જોઈએ. ત્યારબાદ BCCIએ રાહુલ દ્રવિડને 2.5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. દ્રવિડની સાથે બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ સહિત સમગ્ર કોચિંગ સ્ટાફને પણ ઈનામ તરીકે 2.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય બેકરૂમ સ્ટાફના સભ્યોને પણ 2 કરોડ રૂપિયા આપવામાં આવશે.
દ્રવિડના ઇનકારનો અર્થ એવો હતો કે બેટિંગ કોચ વિક્રમ રાઠોર, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપને પ્રત્યેકને ₹2.5 કરોડનું ઈનામ આપવામાં આવે તો રોહિતની ઓફરે બાકીના સપોર્ટ સ્ટાફમાં તેની ભૂમિકા ભજવી હતી અને દરેકને ₹2 કરોડ મળ્યા હતા. રોહિતે કોઈ ચોક્કસ સભ્યનો ઉલ્લેખ કર્યો ન હતો કે જેના માટે તે બલિદાન આપવા તૈયાર હતો પરંતુ તેમ છતાં ખેલાડીએ જાહેર કર્યું કે તે પોતાના હિસ્સામાંથી રકમ આપવા માંગે છે. આ એક તેજસ્વી કેપ્ટનના સંકેતો છે જે ટીમની સફળતામાં સામેલ દરેક વ્યક્તિ વિશે વિચારે છે. રોહિતના મક્કમ વલણ પછી જ બીસીસીઆઈએ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ, ફિઝિયો, વિશ્લેષકો અને અન્યોને ₹2 કરોડનું વિતરણ કરવાનું નક્કી કર્યું.