વડોદરા : વડોદરા સંસ્કારી નગરી તંત્રના પાપે હવે નવા નવા નામે પ્રચલિત થવા પામી છે. ચારેકોર અનેક સમસ્યાઓ ઉદભવી છે. છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી નહીં હાલતા નગરજનોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.શહેરમાં દુષિત પાણી,ઉભરાતી ગટરોના કારણે લોકો પારાવાર યાતનાઓ વેઠી રહ્યા છે. સમસ્યાઓના નિરાકરણ કરવા અર્થે નગરસેવકો સ્થાનિક વોર્ડ કચેરી તેમજ પાલિકાની વળી કચેરીઓમાં અવારનવાર મોરચા માંડી રહીશોની રજૂઆત કરવા છતાં પણ પરિસ્થિતિ જેથી જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ મલાઈદાર કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવતા હોવાથી શહેરના રોડ રસ્તાઓની પણ હાલત દયનીય બની રહી છે.
શહેરના અક્ષરચોકથી મુજમહુડા તરફ જવાના માર્ગ પર ભુવો નિર્માણ પામ્યો છે જેના કારણે અકસ્માતનો ભય પણ વાહન ચાલકોમાં ઉભો થયો છે વૈભવી કહેવાતા આ માર્ગ ઉપરથી અનેક મહાનુભાવો પોતાની વૈભવી ગાડીઓમાંથી પસાર થતા હોય છે પરંતુ આ ભુવા ને પૂરવાની કોઈપણ મહાનુભાવે તસ્દી લીધી નથી. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ ભુવાની અંદર ખાબકે નહીં તેમજ અકસ્માતનો ભોગ ન બને તે માટે ખુરશીની આડશ મૂકી છે જોકે ખાડામાં ખુરશી મૂકવાથી આ બનાવ ચર્ચાને એરણે ચઢ્યો છે.