‘ત્રાસવાદીઓને લાગે છે કે ભારતમાં મુસ્લિમો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે.’ રોબર્ટ વાડ્રાનું આવું વાંધાજનક વિવાદાસ્પદ વિધાન કરવા પાછળ તેઓનો શું ઈરાદો છે. આવું મૂર્ખતાભર્યું વિધાન કરીને તેઓએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. હજુ તો કાશ્મીરમાં પહલગામ હુમલામાં માર્યા ગયેલાં 26 પરિવારજનોની આંખના આંસુ સુકાયાં નથી. લાગે છે તેઓ આવૂ બોલી રહ્યા છે. સંકટની ઘડીએ હમદર્દી બતાવવાને બદલે તેઓ-સાવ નર્યો બકવાસ કરી રહ્યા લાગે છે. તેઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. સોનિયા ગાંધીના જમાઈ ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ કોંગ્રેસ પક્ષને પણ નીચું જોવા જેવું કર્યું છે.
આજે દેશ અને દુનિયાનાં લોકોએ આ અમાનવીય ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢયું છે. વિરોધપક્ષ પણ આ કટોકટીની ઘડીએ મોદી સરકારની સાથે રહીને એકતાનાં દર્શન કરાવી રહ્યા છે. ત્યારે હવે સમય પાકી ગયો છે. પાકિસ્તાન અને ત્રાસવાદીઓને સબક શીખવવા માટે મોદી સરકારે તેજાબી પગલાં ભરવાં પડશે. કોઈની પણ શેહશરમ રાખ્યા વિના મોદી, તુમ આગે બઢો. દેશની 140 કરોડ જનતા તમારી સાથે છે. દુશ્મન દેશને બતાવી દો. હા, અમને શાંતિ પસંદ છે પરંતુ સમય પર અમને પણ જેવા સાથે તેવાં થતાં આવડે છે. આજદિન સુધી તમે અમારી દોસ્તી જોઈ છે. હવે દુશ્મની જોવા માટે તૈયાર રહેજો.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
