સુરત : રાંદેરમાં (Rander) એકલા રહેતા 89 વર્ષીય વૃદ્ધના બંગલામાં બે અજાણ્યા લૂંટ (Robbery) કરવાના ઇરાદે ઘુસી આવ્યા હતા. પરંતુ તેમની દેખરેખ રાખનાર યુવક ત્યાં પહોંચી જતા તેની ઉપર હુમલો (Attack) કરી બંને ભાગી ગયા હતા. સીસીટીવીમાં (CCTV) જોતા બે બાઈક (Bike) પર ચાર જણા આવ્યા હતા. રાંદેર પોલીસે (Police) આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. સીસીટીવી કેમેરામાં ચાર આરોપીઓની બાઇકનો નંબર આવી જતા તમામ લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. તેમાં એક ઇલેક્ટ્રિશિયન એક પ્લમ્બર હોવાની વિગત જાણવા મળી છે.
- સીસીટીવીમાં બે બાઈક ઉપર ચાર અજાણ્યા આવતા દેખાયા, પાછળ બેસેલા બંને બંગલામાં ઘુસ્યા હતા
- ગણતરીના કલાકોમાં રાંદેર પોલીસે તમામ લોકોને પકડી પાડ્યા
રાંદેર ખાતે કુસુંબ વિલા બંગલોમાં રહેતા 26 વર્ષીય કૌશલ અજયભાઇ પટેલ પાર્લેપોઈન્ટ ખાતે લેડીઝ કપડાની દુકાન ચલાવે છે. તેમના દાદા ઠાકોરભાઈ પટેલ (ઉ.વ.89) કોટીયાક નગર સોસાયટીમાં ઠાકોરદ્રાર બંગલામાં એકલા રહે છે. બંગલામાં ઠાકોરભાઈની સારસંભાળ માટે વિધાબહેન અને તેના પતિ અમર સુરણકર રહે છે. ગત 18 તારીખે બપોરે ઠાકોરભાઈના બંગલામાં રહેતા ભીમરાવભાઈએ કૌશલભાઈને ફોન કરીને કહ્યું હતું કે, બપોરે દાદા બંગલામાં એકલા હતા ત્યારે બે અજાણ્યા બંગલામાં સામાન ખંખોળતા હતા. ભીમરાવભાઈ ઘરમાં જતા આ બંને અજાણ્યાએ ઘરમાં સંતાવા પ્રયાસ કર્યો હતો.
ભીમરાવભાઈની નજર પડતા બંગલાનો પાછળનો દરવાજો બંધ કરી આગળનો દરવાજો બંધ કરવા જતા બંને અજાણ્યાઓએ ભીમરાવ ઉપર હુમલો કર્યો હતો. ભીમરાવને મારમારી જાનથી મારવાની ધમકી આપી ધક્કો મારી ભાગી ગયા હતા. જેથી કૌશલભાઈ તાત્કાલિક બંગલા ઉપર પહોંચી ગયા હતા. અને સીસીટીવી ચેક કરતા બે બાઈક પર ચાર અજાણ્યા રાયણ ઇન્ટરનેશનલ સ્કુલ તરફથી કોટીયાકનગર સોસાયટીના રસ્તાના નાકા ઉપર આવ્યા હતા. અને પાછળ બેસેલા બે અજાણ્યા બાઈક પરથી ઉતરીને ઠાકોરભાઈના બંગલામાં લૂંટના ઇરાદે ઘુસી આવ્યા હતા. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.