SURAT

સચિન GIDCની રામેશ્વર કોલોનીમાં દારુડિયાને ફટકારી 5 હજારની લૂંટ ચલાવાય

સુરત: સચિન GIDCની રામેશ્વર કોલોનીમાં દારૂ (Alcohol) પીવા ગયેલા યુવકને ટપોરીઓએ ફટકારી 5000 ની લૂંટ (Robbery) ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે ખસેડાયેલા યુવકે કહ્યું હતું કે કોઈ દીદી નામની મહિલાનો દેશી દારૂના અડ્ડા પર ગયો હતો. પીઇને ઓરત ફરતા ગેટ પર જ મહિલા બુટલેગરના માણસોએ માથાકૂટ કરી માર્યો અને ખિસ્સામાંથી 5 હજાર કાઢી લીધા હતા. પોલીસ સ્ટેશનમાં તમામ હકીકત કહ્યા બાદ સારવાર માટે મોકલી આપ્યો હતો.

આકાશ બિહારી લાલ તિવારી ઉ.વ. 23 રહે રામેશ્વર કોલોની સચિન GIDC એ કહ્યું હતું કે, તેઓ મિલમાં ઓપરેટર તરીકે કામ કરે છે. મૂળ યુપીના રહેવાસી છે. પરિવાર વતનમાં રહે છે. સુરત રોજગારી માટે આવ્યો હતો. જ્યાં શનીવાર ની રાત્રે મહિલા બુટલેગરના કેટલાક માણસોએ મારીને રૂપિયા લૂંટી લીધા હતા.

વધુમાં જણાવ્યું હતુંવકે દારૂ પીવાની કુટેવ હોવાને કારણે તેઓ ઘર પાસેના અડ્ડા પર જ ગયા હતા. જ્યાં દારૂ પીધા બાદ પરત ફરતા ગેટ પર બુટલેગરના માણસોએ 60 રૂપિયાની માગ કરી ફટકાર્યો હતો. ડંડા વડે માર માર્યા બાદ ખિસ્સામાંથી 5 હજાર કાઢી લીધા હતા. લોહી લુહાણ હાલતમાં ઘરે પહોંચ્યા બાદ પરિવાર પોલીસ સ્ટેશન લઈ ગયું હતું. આજે સિવિલ સારવાર માટે આવ્યો છું.

Most Popular

To Top