SURAT

પેટ્રોલ-ડીઝલ ચોરી જૂનું થયું, ભેજાબાજોએ IOCની પાઈપલાઈનમાં કાણું પાડી ક્રુડ ઓઈલ જ ચોરી લીધું!

સુરત(Surat) : ટેન્કરમાંથી પેટ્રોલ, ડીઝલ અને ઓઈલની ચોરીના કિસ્સા તો સાંભળ્યા હતા પરંતુ સુરત પોલીસે એક એવા કૌભાંડના પર્દાફાશ કર્યો છે, જે સાંભળી તમે ચોંકી જશો. ભેજાબાજ ચોર ઈસમોએ સીધે સીધી ઈન્ડિયન ઓઈલ કંપનીની(IOC) પાઈપ લાઈનમાં જ પંચર પાડી ક્રુડ ઓઈલ ચોરી (Crude Oil Theft) લીધું હતું. આઈ.ઓ.સી.ની ક્રુડઓઇલની પાઇપલાઇનમા પંચર કરી કરોડોની કીમતના ક્રુડ ઓઇલની ચોરી કરતી આંતરાજ્ય ગેંગના બે કુખ્યાત આરોપીઓને સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

  • ખેતર ભાડે લઈ પાઈપલાઈનમાં પંચર પાડી ઓઈલ ચોરતા બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા
  • ગુજરાત, રાજસ્થાનમાં અનેક ઠેકાણે ક્રુડ ઓઈલ ચોરીનું નેટવર્ક ફેલાવ્યું હતું
  • રૂપિયા 20 કરોડથી વધુનું ઓઈલ ચોરી કર્યું હોવાની આરોપીઓની કબૂલાત

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યના અલગ-અલગ 15 થી વધુ જગ્યાઓએ. IOC ની ઓઈલની લાઈનમાં પંચર કરી કરોડોની ઓઈલ ચોરીના ગુનાઓમા પકડાયેલ પ્રશાંત ઉર્ફ પંકજ અમૃતભાઇ વાઘેલાની બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી છે. આરોપી અગાઉ ગુજરાત રાજસ્થાનમા સુરેન્દ્રનગર- લખતર, પાટણ-સિધપુર-બાલીસણા, મહેસાણા-કડી. અમદાવાદ, દાહોદ બ્યાવર વિગેરે જગ્યાએ અંદાજીત 20 કરોડનું ઓઈલ ચોરી કર્યું છે.

વધુમાં મળતી માહિતી અનુસાર આરોપી પ્રશાંત ઉર્ફ પંકજ અમૃતભાઇ વાઘેલા પોતાના સાગરીતો સમીરખાન અલાદખાન ખોખર તથા અન્ય ઇસમો સાથે IOC ની ક્રુડ ઓઈલની ચાલુ પાઇપ લાઈનમાં પંચર કરી ઓઇલ ચોરી કરવાના ગુનાઓમાં માહેર છે. પુછપરછમા આરોપીએ કહ્યું કે, તે મહેસાણા જિલ્લાના રાંતેજ ગામના રોડના કીનારે આવેલ ખેતરમાંથી પસાર થતી IOC ની ક્રુડ ઓઇલના ચાલુ પાઇપ લાઇનમાં ભંગાણ પાડતો હતો. ત્યાર બાદ પોતાના સાગરીતો સાથે ઓઈલ ચોરતો હતો. તે રાત્રીના સમયે ક્રુડ ઓઇલ ચોરી કરી ટેન્કરોમાં ભરી પોતાના સાગરીતો સાથે સગેવગે કરતો હતો.

આગાઉ પણ પોતાની ગેંગના સાગરીતો સાથે રાજસ્થાનના બ્યાવર જીલ્લામા સામા સેંદડા પાસે રામગઢ સેદાટન ખાતે પણ આજ રીતે ખેતરમાંથી પસાર થતી IOC ની ક્રુડઓઇલના ચાલુ પાઇપ લાઇનમાં ભંગાન પાડી ક્રુડ ઓઇલ ચોરી કર્યાની કબુલાત આરોપીએ છે.

જમીન ભાડે રાખી પાઈપલાઈનમાં પંચર પાડી ઓઈલ ચોરતા હતા
આરોપી ખેતર કે કોઇ અવાવરૂ જગ્યા, કે મકાન નજીકથી પસાર થતી ક્રુડઓઇલના પાઇપ લાઇન અંગેની માહીતી મેળવી તે પાઇપ લાઇન જે સ્થળ કે ખેતરમાંથી પસાર થતી હોય તે જગ્યા કે આજુ બાજુની જગ્યામાં મકાન કે જગ્યા ભાડા કરારથી મેળવી રાત્રિ દરમ્યાન પાઇપલાઇનની જગ્યાએ આશરે છ થી સાતેક ફુટ જેટલો જમીનમા ઉંડો ખાડો ખોદી ક્રુડ ઓઇલ કે પેટ્રોલીયમ પેદાશની પાઇપ લાઇનમાં પંચર પાડતો હતો. રાત્રી દરમ્યાન ફુડ ઓઇલના પાઇપ લાઇનમા ઇલેકટ્રીક વેલ્ડીંગ કરી તેમા વોલ્વ ફીટ કરી રાત્રી દરમ્યાન ટેન્કર મંગાવી ફુડ ઓઇલના પાઇપ લાઇનમાંથી ઓઇલ ચોરી કરતો હતો.

આ આરોપીઓ પકડાયા
(1) પ્રશાંત ઉર્ફ પંકજ અમૃતભાઇ વાઘેલા (ઉં.વ. 53 ધંધો- મજુરી રહે ફ્લેટ નંબર ૬, ઓમકાર કોમ્પલેક્ષ સુખરામ નગર પાણીની ટાકીની બાજુમા અમદાવાદ મુળગામ- લાડોલ તા. વીજાપુર જી. મહેસાણા), (2) સમીરખાન અલાદખાન ખોખર ઉવ. ૪૫ ધંધો- પાન માવા સીગારેટ ની ફેરી રહે. ટેનામેન્ટ નંબર -૨૭ હાજી જમાલ નગર સરખેજ રોઝા મકરબારોડ અમદાવાદ મુળવતન- સવાલા તા. વીસનગર જી. મહેસાણા

Most Popular

To Top